Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : 17મીએ બપોરે 1 થી 3 CNG પુરાવવા જશો નહિ, પંપ તમને બંધ મળશે

રાજયના 1200 કરતાં વધારે સીએનજી પંપ તારીખ 17મીના રોજ બપોરના 1 થી 3 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.

અમદાવાદ : 17મીએ બપોરે 1 થી 3 CNG પુરાવવા જશો નહિ, પંપ તમને બંધ મળશે
X

રાજયના 1200 કરતાં વધારે સીએનજી પંપ તારીખ 17મીના રોજ બપોરના 1 થી 3 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. માર્જિન મુદ્દે ઓઇલ કંપનીઓ સાથે ચાલી રહેલી મડાગાંઠનો ઉકેલ નહિ આવતાં પંપ સંચાલકોએ પંપ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

ગુજરાતમાં તારીખ 17મીના રોજ સીએનજી પંપ બે કલાક માટે બંધ રહેશે. આ સમયે તમે સીએનજી ભરાવવા જશો તો તમને ધકકો પડી શકે છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન તરફથી હડતાળના ભાગરૂપે બે કલાક માટે પંપ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ઓઇલ કંપની અને ડીલર્સ વચ્ચે માર્જિનની માથાકૂટ ચાલી રહી છે. જોકે 1 જુલાઈ 2019માં માર્જિન વધારવા માટે નક્કી કરવામાં આવ્યું હતું પણ 30 મહિના વીતી ગયા છે પરંતુ ઓઇલ કંપનીઓ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. માર્જિન વધારવામાં નહિ આવતાં તારીખ 17મીના રોજ રાજયના 1,200 કરતાં વધારે સીએનજી પંપ બે કલાક બંધ રાખી વિરોધ કરવામાં આવશે. એસોસીએશનના પ્રમુખ અરવિંદ ઠકકરનું કહેવું છે કે, અત્યારે 1.70 પૈસા માર્જિન મળે છે અને 2.50 પૈસા માર્જિન વધારવા માટેની માંગ કરવામાં આવી છે પણ હજી કોઇ નિરાકરણ આવ્યું નથી..

Next Story