અમદાવાદ: ઘાટલોડિયામાં પફ બનાવતા કારખાનામાં 3 શ્રમજીવીના મોત

ઓવનની સ્વિચ ચાલુ રહી જતાં ગૂંગળામણથી મોત નીપજયું હોવાનું અનુમાન.

New Update

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા ગોપાલનગર પાસે UKS નામના પફ બનાવવાના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા ત્રણ પરપ્રાંતિય મજૂરોના મોત નિપજ્યા છે. ઘટનાની જાણ પોલીસ અને ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચતાં કારખાનામાં ત્રણેય યુવક મૃત હાલતમાં પડ્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે કારખાનામાં ગૂંગળામણના કારણે તેઓનું મોત નિપજ્યા છે. હાલ એફએસએલની ટીમને જાણ કરવામાં આવી છે. પીએમ બાદ સાચું કારણ જાણવા મળશે. ઘાટલોડિયાના કોર્પોરેટર જતીન પટેલને જાણ થતાં તેઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જતીન પટેલે જણાવ્યું હતું કે, 15 દિવસ પહેલા જ બેકરીની આઈટમ બનાવતું કારખાનું ચાલુ કરવામાં આવ્યું હતું. વહેલી સવારે કારખાનાના માલિકે આવીને ખોલતાં ત્રણ મજૂરો મૃત હાલતમાં પડ્યા હતા.

કારખાનામાં પફ બનાવવાનું ભારે મશીન આવેલું છે અને તેની સ્વીચ ચાલુ રહી જતા ગૂંગળામણના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. પોલીસ, એફએસએલ અને ફાયરની ટીમ તપાસ કરી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ, કે.કે. નગર રોડ પર ગોપાલનગર પાસે પફ બનાવવાના કારખાનામાં મોડી રાતે ત્રણેય કારીગર કારખાનાનો દરવાજો બંધ કરી સૂઈ ગયા હતા. રાતે પફ બનાવવાના ઓવનની સ્વિચ ચાલુ રહી ગઈ હતી, જેથી ગૂંગળામણને કારણે મોત થયાં હોવાની પોલીસની પ્રાથમિક જાણકારી મળી છે.

ઘાટલોડિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી એફએસએલની મદદ લઇ તપાસ શરૂ કરી છે. આ દરમિયાન કારખાનાની અંદર રહેલા હસન, ઈબ્રાહિમ તથા અસ્લમ નામની ત્રણ વ્યક્તિનાં ગૂંગળામણને કારણે મોત નીપજ્યાં હતાં.

Read the Next Article

અમદાવાદ : અલકાયદાના ગ્રુપની માસ્ટરમાઇન્ડ શમા પરવીનની ગુજરાત ATSએ બેંગલુરુથી ધરપકડ કરી...

અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ સંગઠન(AQIS) ચલાવનાર 4 આતંકી ઝડપાયા બાદ આતંકી જૂથની માસ્ટરમાઇન્ડ બેંગલુરુની શમા પરવીનની ગુજરાત ATSએ ધરપકડ કરી છે.

New Update
  • અલકાયદાના 4 આતંકીની ધરપકડ બાદATSને મળી સફળતા

  • બેંગલુરુથી ઝડપાય અલકાયદાના ગ્રુપની માસ્ટરમાઇન્ડ મહિલા

  • અમદાવાદ-મોડાસાથી ઝડપાયેલા 4 આતંકીને આપતી માર્ગદર્શન

  • 3 એકાઉન્ટમાં જેહાદી ભાષણોચેટ સહિત પાક.ના સંપર્કો મળ્યા

  • શમા પરવીનનીATS દ્વારા ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાય

ગત તા. 23 જુલાઈ 2025ના રોજ ગુજરાતATSએ અમદાવાદ અને મોડાસાના 2 સહિત અલકાયદાના 4 આતંકીની ધરપકડ કરી હતી. હવે આ 4 આતંકીના જૂથની માસ્ટરમાઇન્ડ એવી બેંગલુરુની શમા પરવીનનીATSએ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ સંગઠન(AQIS) ચલાવનાર 4 આતંકી ઝડપાયા બાદ આતંકી જૂથની માસ્ટરમાઇન્ડ બેંગલુરુની શમા પરવીનની ગુજરાતATSએ ધરપકડ કરી છે. મહિલા આતંકવાદી સંગઠનના મુખ્ય હેન્ડલરોના સંપર્કમાં ભારતમાંથી આ જ યુવતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આતંકી સંગઠન વધુ મજબૂત બનાવવું અને કેવી પ્રવૃત્તિ કરવી તે શમા પરવીન નક્કી કરતી હતી. અગાઉ પકડાયેલા 4 આતંકી પણ આ યુવતીના માર્ગદર્શનમાં કામ કરતા હતા. બીકોમ સુધીનો અભ્યાસ કરનારી શમાની અલગ અલગ ચેટ અને પાકિસ્તાનના સંપર્ક નંબરો પણ મળ્યા છે. જેની તપાસ કરવામાં આવી રહી છે. શમાનો મોબાઇલ અને અન્ય ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કબજે કરવામાં આવ્યાં છે.

તેના મોબાઇલમાંથી 3 સોશિયલ મીડિયા એકાઉન્ટ મળ્યાં છે. એમાં અનેક લોકો આ વિચારધારાના હોવાનું નક્કી થયા બાદ તેને જોડવાની કામગીરી કરતી હતી. માત્ર એટલું જ નહીંતે ગ્રુપની ગતિવિધિ અને આગળની કામગીરી નક્કી કરતી હતી. 30 વર્ષીય શમા પરવીન મૂળ ઝારખંડની રહેવાસી છેઅને બેંગલુરુના હેબ્બલ વિસ્તારમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા ભાઈ સાથે રહેતી હતી. હાલમાં આરોપી શમાને પૂછપરછ માટેATS કસ્ટડીમાં રાખવામાં આવી છેઅને વધુ વિગતો મળવાની રાહ જોવાઈ રહી છે.