Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : વસ્ત્રાલ આરટીઓના હેડ કલાર્કની રૂ.1.83 કરોડ છેતરપિંડી,જાણો તેની કરતૂત વિશે..

વસ્ત્રાલ આરટીઓના હેડ કલાર્ક છેલ્લા 4 વર્ષમાં ઓફિસમાં આવતા ચલણના રૂપિયા સરકારી તિજોરીમાં નહીં ભરી ઘરે લઈ જઈને 1.83 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી.

અમદાવાદ : વસ્ત્રાલ આરટીઓના હેડ કલાર્કની રૂ.1.83 કરોડ છેતરપિંડી,જાણો તેની કરતૂત વિશે..
X

વસ્ત્રાલ આરટીઓના હેડ કલાર્ક છેલ્લા 4 વર્ષમાં ઓફિસમાં આવતા ચલણના રૂપિયા સરકારી તિજોરીમાં નહીં ભરી ઘરે લઈ જઈને 1.83 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી. જે અંગે જાણ થતાં ક્લાર્ક સામે રામોલ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વસ્ત્રાલ આરટીઓ માં વર્ષ 2019 થી 2022 ના સમયગાળા દરમિયાન ચલણના રૂ.1.83 કરોડ સરકારી તિજોરીમાં ભર્યા ન હતા. આ અંગે તપાસમાં ભાંડો ફૂટતા પૈસા ભરી દેવાની બાંહેધરી આપ્યા બાદ 23 .41 લાખ રૂપિયા ફરી દીધા અને બાકીના રૂ.89 લાખ પરત ન કરતા હેડ કર્લાક એમ.એન.પ્રજાપતિ વિરુદ્ધ એઆરટીઓ કનકસિંહ પરમાર રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોર્ટ વાહનોની ટેક્સની રકમ અને સરકારી ફીનું કલેક્શન કરવાનું હતું. જમા લીધેલ નાણા પેટે પાવતીઓ આપી જમા થયેલા નાણાં દરરોજ સાંજે સરકારમાં ચલણથી આ રૂપિયા એસબીઆઇ બેન્કમાં જમા કરવાના હોય છે. આ દરમિયાન આરટીઓમાં થતી આવકમાં ઘટાડો થતાં વાહન વ્યવહાર કચેરીના અધિકારીઓ વસ્ત્રાલ આરટીઓ માં ઇન્સ્પેકસન કરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. પ્રજાપતિએ રૂપિયા સરકારી તિજોરીમાં જમા કરવાની બાંહેધરી આપ્યા બાદ તેણે ટુકડે-ટુકડે રૂ.94.14 લાખ સરકારી તિજોરીમાં જમા કરાવ્યા હતા, જ્યારે બાકીના રૂ.89 લાખ જમા નહીં કરાવી ઉચાપત કરતા તેની સામે રામોલમાં ફરિયાદ કરવામાં આવી હતી.

Next Story