Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: તહેવારોને ધ્યાને લઈ એસ.ટી.નિગમ દ્વારા શરૂ કરાય :આપ કે દ્વાર યોજના", વાંચો શું મળશે લાભ

અમદાવાદ: તહેવારોને ધ્યાને લઈ એસ.ટી.નિગમ દ્વારા શરૂ કરાય :આપ કે દ્વાર યોજના, વાંચો શું મળશે લાભ
X

રાજ્યમાં તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે ત્યારે ગુજરાત એસ.ટી.નિગમ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આપ કે દ્વાર યોજના અંતર્ગત પ્રવાસી સહેલાઇથી પોતાના નિર્ધારિત સ્થળે પહોચી શકે તેના માટે "આપ કે દ્વાર યોજના" અમલમાં મુકવામાં આવી છે. આ યોજના 29 ઓક્ટોબર થી 4 નવેમ્બર સુધી કાર્યરત રહેશે.રાજ્યમાં લોકો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે કે વ્યવસાય અર્થ એક શહેરમાંથી અન્ય શહેરમાં રહેતા હોય છે. ત્યારે દિવાળીના તહેવારમાં તે લોકો પોતાના વતન જાય છે.

દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર હોય કે કચ્છના લોકો અમદાવાદ,સુરત જેવા શહેરોમાં રહેતા હોય છે. ત્યારે દિવાળીના સમયમાં એસ.ટી.બસની ભારે માંગ જોવા મળતી હોવાથી ગુજરાત એસ.ટી.નિગમ દ્વારા 29 ઓક્ટોબર થી 4 નવેમ્બર સુધી "આપ કે દ્વાર" યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજનામાં જે લોકો આખી બસ નું બુકિંગ કરાવશે તેવા લોકોને ગુજરાત એસ.ટી.બસ તેની સોસાયટી થી પીકઅપ કરશે અને તેમના નિર્ધારિત સ્થળ સુધી નોન સ્ટોપ ચલાવવામાં આવશે આ બસ નું બુકિંગ ઓનલાઇન કરવામાં આવે તો 5 ટકા ડિસ્કાઉન્ટ અને સાથે સાથે રિર્ટન બુકિંગ હશે તો 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે

Next Story