Connect Gujarat
અમદાવાદ 

મોડી રાત્રે કારમાં મિત્રનું ગળું દોરીથી દબાવીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ,જાણો પછી શું થયું ?

નરોડામાં નાના ચિલોડા રીંગરોડ પર મોડી રાત્રે કારમાં મિત્રનું ગળું દોરીથી દબાવીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કરતા આરોપીને પોલીસે રંગે હાથ ઝડપાયો હતો.

મોડી રાત્રે કારમાં મિત્રનું ગળું દોરીથી દબાવીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ,જાણો પછી શું થયું ?
X

નરોડામાં નાના ચિલોડા રીંગરોડ પર મોડી રાત્રે કારમાં મિત્રનું ગળું દોરીથી દબાવીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કરતા આરોપીને પોલીસે રંગે હાથ ઝડપાયો હતો. પોલીસે બેભાન થયેલા યુવકને હોસ્પિટલ લઇ જઇ સારવાર અપાઇ હતી. રૂપિયાની લેતી-દેતીમાં મિત્રે મિત્રની મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો.

નાના ચિલોડાના નીલકંઠ ફ્લેટમાં રહેતા સંદીપ જાટ અને રામસ્વરૂપ જાંગીડ બંને મિત્ર છે. સંદીપે મિત્ર રામ સ્વરૂપ અને ફ્લેટ લેવા માટે 5 વર્ષ પહેલાં રૂ.5 લાખ આપ્યા હતા, જેની વારંવાર ઉઘરાણી છતાં રામસ્વરૂપ રૂ. 5 લાખ આપતો નહોતો. આથી સંદીપે મિત્ર રામ સ્વરૂપનું કાસળ કાઢવાનું નક્કી કરી શુક્રવારે મોડી રાત્રે પોતાની કારમાં રામ સ્વરૂપ બહાર લઇ જઇ રીંગરોડ સર્કલ પાસે નવી બનતી સ્કીમ રાધે પેરેમાઉન્ટ પાસે કાર ઉભી રાખીને રામસ્વરૂપ કંઈ સમજે તે પહેલાં સંદીપે દોરીથી ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એ વખતે ત્યાં નરોડા પોલીસ પેટ્રોલિંગ કરી રહી હોવાથી પોલીસનું ધ્યાન અંધારામાં ઊભી કાર પર પડતાં કાર પાસે પહોંચી હતી અને ટોર્ચ કરીને જોતા સંદીપ રંગે હાથ પકડાયો હતો. આથી નરોડા પોલીસે સંદીપની ધરપકડ કરી હતી અને બેભાન રામ સ્વરૂપ અને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં તે ભાનમાં આવ્યો હતો.

Next Story