ભરૂચ : જુના બજારમાં ખાદીભંડારના મકાનની છત ધરાશાયી, સદનસીબે જાનહાનિ ટળી

Update: 2020-10-11 11:51 GMT

ભરૂચના જુના બજાર વિસ્તાર માં આવેલ ખાદી ભંડારની છત અચાનક ધરાશાઈ થતા દોડધામ મચી ગઇ હતી. ઘટનામાં કોઇ જાનહાનિ નહિ થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. 

ભરૂચ શહેરના લલ્લુભાઇ ચકલા, જુના બજાર સહિતના વિસ્તારોમાં જુની ઢબના મકાનો આવેલાં છે. જેમાંથી મોટાભાગના મકાનો જર્જરીત હાલતમાં હોવાથી ગમે ત્યારે તુટી પડે તેવી સ્થિતિમાં છે. જુના ભરૂચમાં મકાનો ધરાશાયી થવાની ઘટનામાં ભુતકાળમાં અનેક લોકો જીવ પણ ગુમાવી ચુકયાં છે. નગરપાલિકા આવા મકાનો રીપેર કરાવી લેવા અથવા ખાલી કરવા માટે નોટીસ આપે છે પણ ત્યારબાદ કોઇ કાર્યવાહી થતી નથી.રવિવારના રોજ ભરૂચના  જુના બજાર માં આવેલ ખાદીભંડારના મકાનનો કેટલોક ભાગ તુટી પડયો હતો. રવિવાર હોવાના કારણે ખાદી ભંડાર બંધ હતો. અને  લોકોની અવરજવર પણ  નહિવત હતી.જેથી મોટી જાનહાનિ થતાં અટકી હતી. બનાવની જાણ થતાં ભરૂચ નગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કાટમાળ હટાવવાની કવાયત હાથ ધરી હતી.

Tags:    

Similar News