અમરેલી : અજાણ્યા વાહનની ટક્કરે સિંહનું મોત, સાવજની સુરક્ષા મામલે વન વિભાગ બે'દરકાર...

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગોરડકા ગામ નજીક અજાણ્યા વાહનની અડફેટે સિંહનું મોત નીપજ્યું હતું.

Update: 2021-11-22 05:34 GMT

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગોરડકા ગામ નજીક અજાણ્યા વાહનની અડફેટે સિંહનું મોત નીપજ્યું હતું. સિંહની સુરક્ષા મામલે વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સાવરકુંડલાના ગોરડકા ગામ નજીક ગત મોડી રાત્રે અજાણ્યા વાહનની અડફેટે આવી જતાં સિંહનું મોત નીપજ્યું હતું. સતત ટ્રાફિકથી ધમધમતા મહુવા-અમરેલી સ્ટેટ હાઇવે પર સિંહનું અજાણ્યા વાહનની ટક્કરથી મોત નિપજતા વન વિભાગ દોડતું થયું હતું, ત્યારે હવે ગૌરવવંતા સિંહોનું માર્ગ પર શ્વાન માફક મૃત્યુ પામતા વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. અજાણ્યા વાહન અડફેટે સિંહના મોતથી સિંહની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે. ઉપરાંત સિંહના મોતથી લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે હાલ તો વન વિભાગ દ્વારા મૃતક સિંહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરાય છે.

Tags:    

Similar News