/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/maxresdefault-15.jpg)
શહેર કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરોએ પોલીસ મથક પહોંચીને કરી રજૂઆત
અંકલેશ્વરના ચૌટાબજાર વિસ્તારમાં ગત રોજ ચૌટા બજાર ખાતે એક સમુદાય વિશેષની લાગણી દુભાઈ તે રીતનું બેનર લગાવી એક ઈસમ દ્વારા કરવામાં આવ્યું હતુ. આ એક જ વ્યક્તિ દ્વારા વારંવાર આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે છે તેવો અંકલેશ્વર શહેર કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને તેની વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આવા કૃત્યને અંકલેશ્વર શહેર કૉંગ્રેસ સમિતિ દ્વારા વખોડી કાઢવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા શહેર પોલીસ મથકે પહોંચી પોલીસ ઇન્સપેક્ટરને આ મુદ્દે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે રજુઆત કરી હતી. જે પ્રસંગે શહેર કૉંગ્રેસ પ્રમુખ જગતસિંહ વાસદીયા, જિલ્લા અગ્રણી સિકંદર ફડવાલા, નગરપાલિકા વિરોધપક્ષના નેતા ભૂપેન્દ્ર જાની, વિરોધ પક્ષના ઉપનેતા શરીફ કાનુગા, જિલ્લા યુવા મહામંત્રી વસીમ ફડવાલા, ડી.સી સોલંકી, પ્રતીક કાયસ્થ, સ્પંદન પટેલ વિગેરે આગેવાનો થતા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.