Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ આ વ્યક્તિની સમાજ સેવા જોઈને તમે પણ પોકારી જશો આહા!, જાણો શું છે હકીકત

ભરૂચઃ આ વ્યક્તિની સમાજ સેવા જોઈને તમે પણ પોકારી જશો આહા!, જાણો શું છે હકીકત
X

લોકોને મેડિકલને લગતી મુશ્કેલીઓ જોયા બાદ મદદ કરવાની ભાવના ઉપજાવી અનોખા સેવા કાર્યની શરૂઆત કરી

ભરૂચના કસક વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકરે શરૂ કરી છે એક અનોખી સમાજ સેવા. જેની સેવાને જોતાં આજે સામાન્ય લોકો વચ્ચે પ્રશંશાનું કેન્દ્ર બની છે. તેમની કામગીરી જોઈને તમે પણ એક વાર તેની પ્રશંશા કરવાનું નહીં ચૂકો.

ભરૂચ શહેરનાં કસક વિસ્તારમાં રહેતા સામાજીક કાર્યકર મકસુદ કારા પેસેન્જર મારુતિ વાન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના ધંધાકીય કાર્ય દરમિયાન તેઓએ અનેક લોકોને મેડિકલને લગતી મુશ્કેલીઓમાં જોયા છે. મકસુદ કારાએ તેઓના જીવનમાં લોકોની મદદ કરવાની ભાવના ઉપજાવી અને એક અનોખા સમાજ સેવા કાર્યની શરૂઆત કરી છે. જેમાં તેમણે એ પ્રથમ તો તેઓ ની પેસેન્જર મારુતિવાન ને એમ્બ્યુલન્સ માં તબદીલ કરી દીધી છે. અને બાદ માં તેઓએ એક આમલેટ ની લારી ઉભી કરી એક અનોખી સમાજ સેવાના કાર્યની શરૂઆત કરી હતી. જેમાં આમલેટ ની લારી નો જે દિવસ દરમિયાન વકરો થશે તે વકરો દિવસ દરમિયાન શહેર ના માર્ગો ઉપર ફરતી એમ્બ્યુલન્સ ના ખર્ચ માં કરવામાં આવશે અને લોકોને મેડિકલ ઇમરજન્સી દરમિયાન મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે ૨૪ કલાક લોકો માટે મફત માં એમ્બ્યુલન્સ સેવા આપવાની એક અનોખી પહેલ કરી હતી.

હાલ મકસુદ ભાઈ કારા ની આ અનોખી સામાજીક પહેલ ને લોકો બિરદાવી રહ્યા છે અને સમાજ સેવા ના આ પ્રકાર ના કાર્ય ની શરૂઆત કરવા બદલ અભિનંદન પણ આપતા નજરે પડી રહ્યા છે..એટલે કે હવે થી શહેર માં વસતા દરેક ધર્મ ના લાખ્ખો લોકો મકસુદ ભાઈ ની ફ્રી એમ્બ્યુલન્સ ની સમાજ સેવા નો લાભ તેઓને સંપર્ક કરી લઇ શકે છે.

Next Story