Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં કોર્ટના ચૂકાદા છતાં વાજ વૃધ્ધાએ ઉચ્ચારી આત્મવિલોપનની ચિમકી

ભરૂચમાં કોર્ટના ચૂકાદા છતાં વાજ વૃધ્ધાએ ઉચ્ચારી આત્મવિલોપનની ચિમકી
X

ભરૂચ ખાતે માતાપિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ અધિનિયમ હેઠળ સૌ પ્રથમ વાર કોર્ટ દ્વારા એક વૃધ્ધ માતાને તેની મિલ્કતનો કબ્જો સોંપવાનો હૂકમ કોર્ટે કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પણ વિડંબણા તો એ છે કે કોર્ટના હૂકમને અમલી કરાવનાર બાબુઓની આપખુદશાહીથી કંટાળી આખરે પોતાની મિલ્કતની બહાર નિરાશ બની બેઠેલ વૃધ્ધાએ આત્મવિનોપનની ચિમકી ઉચ્ચારતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે.

ભરૂચના કોઠીરોડ નજીક લાલબજાર ગલીયારવાડના મકાન નંબર બી/૧૭૧૭માં એકસમયે પરિવાર સાથે રહેતા ચંન્દ્રકલાબેન મોહનલાલ સોનીને પુત્રો સાથે કલેસ થતા તેમણે પોતાના પુત્રો સામે માતાપિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ અધિનિયમ હેઠળ કોર્ટમાં કેસ કરી પોતાની મિલ્કતમાં પ્રવેશ અને કબ્જાની માંગ કરી હતી. જેમાં તેમના ત્રણ પુત્રો પૈકિના બે પુત્ર ઘનશ્યામ મોહનલાલ સોની રહે. ઘનલક્ષ્મી કોમ્પલેક્ષ પાંચબત્તી ,ભરૂચ અને અખીલેશ મોહનલાલ સોની રહે. શ્રીજી મંદિર સામે કબુતરખાના, લલ્લુભાઇ ચકલા ભરૂચ ખાતે પરિવાર સાથે રહે છે જયારે એક પુત્ર સંજય મોહનલાલ સોની રહે. કોઠી રોડ, કોઠી ચોક પાસે ભરૂચમાં રહે છે. જેમાં તેમની ગલીયારવાડ ખાતેની મુલ્કતના કબ્જા સંદર્ભે ચંદ્રકલાબેને કોર્ટને આશરે જવું પડ્યું હતું.

દરમિયાન ચંદ્રકલાબેનના બે પુત્રો અખીલેશ અને ઘનશ્યામ માતાની પડખે ઉભા રહ્યા હતા જયારે સંજયે માતાને પેન્શન મળે છે જેથી તે કોઇ હકદાવાને અધિકારી નથી તેવી માતા સામે ફરીયાદ કરી હતી જેમાં માતાપિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ અધિનિયમ હેઠળ ભરૂચ કોર્ટે માતા ચંદ્રકલાબેનની તરફેણમાં તેમને તેમની મિલ્કત(દુકાન)નો કબ્જો સોંપવાનો હૂકમ કર્યો હતો.

ગત તા.૧૬/૮/૨૦૧૮નો હૂકમ છતાં કોઇ કાર્યવાહી કરવામાં અખાડા કરતા હોવાનું નજરે પડતા તા.૨૮મીના રોજ નિરાશ બનેલ ચંદ્રકાલાબેને પોતાની મિલ્કત સામે જઈ તેમના ઓટલે બેસી આત્મવિલોપન કે આત્મહત્યા કરી લેવાની ચિમકી ઉચ્ચારતા સમગ્ર વિસ્તારમાં આ મામલો ટોક ઓફ ઘ ટાઉન બનવા પામ્યો છે. હવે જોવું એ રહ્યું કે આગામી દિવસોમાં નિરાશ વૃધ્ધાને ન્યાય મળે છે કે, નિરાશા...

  • ઘરે તાળુ જોઇ કબ્જો સોંપવા માટે હાજર રહેવા પુત્રોને નોટિસ આપતા મામલતદાર

પોતાની મિલ્કતનો કબ્જો મેળવવા આત્મવિલોપનની ચિમકિ ઉચ્ચારનાર વૃધ્ધાને ન્યાય મળે તે હેતુસર કલેકટરન હૂકમની તામિલ કરવ ગયેલા મામલતદાર પી.ડી. પટેલે મિલ્કતનો કબ્જો સુપ્રત કરવા બાબત ઘનશ્યામ મોહનલાલ સોની,સંજય મોહનલાલ સોની અને અખિલેશ મોહનલાલ સોનીને નોટીસ જારી કરી જણાવ્યું હતું કે કલેકટર ભરૂચે કરેલ તા.૧૬/૮/૨૦૧૮ના હૂકમ મુજબ ભરૂચ સીટી સર્વે નં ૫૭૦૮ના ભોંયતળીયાની દુકાનો કબ્જો ચન્દ્રકલાબેન મોહનલાલ સોનીને સુપ્રત કરવાનો છે.જે દુકાનના અમલીકરણ માટે તા.૨૯.૮/૧૮ના રોજ બપોરે ૧૨ કલાકે કબ્જો સુપ્રત કાર્યવાહી કરવામાં આવશે તે સ્મયે ત્રણેવ પુત્રોને હાજર રહેવા જણાવાયું છે. સાથે જો તે સમયે તેઓ હાજર નહીં રહે તો જે હાલતમાં મિલ્કત હશે એ હાલતમાં પંચો રૂબરૂ ખોલી સુપ્રત કરાશે જેની નોંધ લેવા તાકિદ કરી હતી.

Next Story