Connect Gujarat
Featured

ભરૂચ : રાજપારડીમાં એક બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા, સોના-ચાંદીના દાગીના મળી કુલ ૧,૧૫,૫૦૦ની મત્તાની ચોરી કરી ફરાર

ભરૂચ : રાજપારડીમાં એક બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા, સોના-ચાંદીના દાગીના  મળી કુલ ૧,૧૫,૫૦૦ની મત્તાની ચોરી કરી ફરાર
X

મળતી માહિતી અનુશાર ભરૂચ જિલ્લાના રાજપારડીના અક્કલ ટેકરી વિસ્તારમાં આવેલ મકાનનો દરવાજો લાકડાનો હોય જે વરસાદના કારણે ફુલી જતા અંદરથી બંધ ન થતો હતો. આથી દરવાજો ખુલ્લો રહ્યો હતો. જેથી ગત મોડી રાત્રિએ કોઈ અજાણ્યા ચોર ઈસમે દરવાજો ખોલી ઘરમા પ્રવેસકરી સોના-ચાંદીના દાગીના તેમજ મોબાઈલ મળી કુલ ૧,૧૫,૫૦૦ ની મતાની ચોરી કરી ફરાય થયો હતો.

રાજપારડી પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ ગત રાત્રી દરમિયાન અક્કલ ટેકરી વિસ્તારમાં આવેલ મકાનમાં બધાં સુતા હતાં તે સમયે મોડી રાત્રે એક ઈસમે ગેરકાયદેસર ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાં મુકેલા સ્ટીલના ડબ્બામાં મુકેલી સોનાની ચેન જેની કિંમત રૂપિયા 40,000 હજાર, સોનાની વીટી નંગ 3 જેની કિંમત રૂપિયા 38,000 હજાર, સોનાની બુટ્ટી નંગ 3 જેની કિંમત રૂપિયા 18,000 હજાર, સોનાનું પેન્ડલ નંગ 1 જેની કિંમત રૂપિયા 4,000 હજાર, પગના અંગૂઠાનો વેણ નંગ 1 કિંમત રૂપિયા 1,500 , પ્લાસ્ટિકની બંગડી જેના પર સોનાનો વર્ક ચડાવેલું નંગ 1 કિંમત રૂપિયા 7000 હજાર, ચાંદીના સિક્કા નંગ 2 કિંમત રૂપિયા 2000 હજાર તથા એક રેડમી કંપનીનો મોબાઇલ કિંમત રૂપિયા 5,000 હજાર મળી કુલ રૂપિયા 1,15,500 લાખોના મત્તાની ચોરી કરી કોઈ અજાણ્યો ચોર ઈસમ ઘરમાથી નિકળી ગયો હતો. તે વેળા પર મકાન માલિકની આંખ ખૂલી જતા તેને ઘરનો દાદર ઉતરતા કોઈ ઇસમને જોયો હતો. ઘરમા હાજર સાસુ સસરાને ઉઠાડવા જતા ચોર ઈસમ ભાગી ગયો હતો.

આ બનાવ અંગે રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા રાજપારડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story