Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર:દેવું વધી જતા ONGC કોલોનીમાં રહેતો યુવાન ચોરીના રવાડે ચઢ્યો,ATMમાં ચોરીના પ્રયાસના ગુનામાં પોલીસે કરી ધરપકડ

રાજપીપળા ચોકડી ઉપર બે એટીએમ તોડી ચોરીના પ્રયાસમાં ભરૂચ એલસીબીએ ઓ.એન.જી.સી.માં. ફરજ બજાવતા કર્મચારીને ઝડપી પાડ્યો છે.

અંકલેશ્વર:દેવું વધી જતા ONGC કોલોનીમાં રહેતો યુવાન ચોરીના રવાડે ચઢ્યો,ATMમાં ચોરીના પ્રયાસના  ગુનામાં પોલીસે કરી ધરપકડ
X

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ઉપર બે એટીએમ તોડી ચોરીના પ્રયાસમાં ભરૂચ એલસીબીએ ઓ.એન.જી.સી.માં. ફરજ બજાવતા કર્મચારીને ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી અનુસાર બે દિવસ અગાઉ અંકલેશ્વરના એફ.એમ. અમીન પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં આવેલા બેંક ઓફ બરોડાના એટીએમ મશીન તૂટ્યા હતા. મધરાતે આવેલા તસ્કરે બે મશીનના ડિસ્પ્લે અને કેશ દરવાજો તોડયા હતા. જોકે કેશ ચોરીમાં તે નિષ્ફળ જતા નાસી છૂટ્યો હતો.જોકે ભરૂચ LCB ટીમે તપાસ હાથ ધરી હતી અને મૂળ નાંદોદના યુવાનને ઝડપી પાડવામાં આવ્યો હતો.આરોપી જીગ્નેશ વસાવાએ પૂછપરછમાં પોતાના માથે દેવું ચઢી ગયું હોય એટીએમ તોડવાનો પ્લાન ઘડી કાઢ્યો હોવાની કેફિયત પોલીસ સમક્ષ વ્યક્ત કરી હતી.અંકલેશ્વર ઓ.એન.જી.સી. કોલોનીમાં રહેતા જીગ્નેશ કંપનીમાં જ ફરજ બજાવે છે. લોનના હપ્તા અને અન્ય નાણાકીય સંકટમાં મુકાતા તેને દેવું ઉતારવા એટીએમ તોડવાની યોજના બનાવી હતી. હાલ બનાવ સંદર્ભે આરોપીને અંકલેશ્વર શહેર પોલીસને સોંપી સિટી પોલીસ આ અંગે વધુ તપાસ ચલાવી રહી છે. એલસીબીએ તેની પાસેથી ₹30 હજાર કિંમતની એક બાઇક પણ કબ્જે કરી છે. જે બાઈકના આધારે જ તે સીસીટીવી સર્વેલન્સમાં કેદ થઈ ઝડપાઇ ગયો હોવાની માહિતી સાંપડી રહી છે.

Next Story