Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : હવે, 12 હજારથી વધુ પરિવારો પર વધશે બોજ, જુઓ શું કરવા જઈ રહી છે પાલિકા..!

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર નગરપાલિકા 1 એપ્રિલથી 60 હજાર શહેરીજનોના માથે 40 ટકા વેરામાં વધારો ઝીંકવા જઈ રહી છે.

X

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર નગરપાલિકા 1 એપ્રિલથી 60 હજાર શહેરીજનોના માથે 40 ટકા વેરામાં વધારો ઝીંકવા જઈ રહી છે. જેને લઈ નગરની પ્રજા પર દોઢથી બે કરોડનો બોજો આવી પડશે.

અંકલેશ્વર નગરપાલિકા દોઢ દશક બાદ લાઈટ, પાણી, સફાઇ, ડ્રેનેજ વેરામાં 40 ટકાનો વધારો કરવા જઈ રહી છે. જેને લઈ વિપક્ષી નેતા જહાંગીર પઠાણે વિરોધ નોંધાવી પ્રજાને પણ વાંધા રજૂ કરવા આગ્રહ કર્યો છે. વેરામાં વધારા સામે હજી સુધી 8 લોકોએ જ વાંધા અરજી કરી છે. જોકે, 60 હજાર લોકોને 1500 TDS નું બિન પીવાલાયક પાણી આપતી પાલિકા સામે વિપક્ષમાં પણ રોષ જોવા મળ્યો છે.

તો બીજી તરફ, પાલિકા રહેણાંક વિસ્તારમાં પાણી વેરામાં 100 રૂપિયા, જ્યારે કોમર્શિયલમાં 500 રૂપિયાનો વધારો ઝીંકવા જઈ રહી છે. સફાઈમાં રહેણાંકમાં 50 અને કોમર્શિયલમાં 125 રૂપિયા, લાઈટ વેરામાં 70 રૂપિયા, ડ્રેનેજમાં રહેણાંકમાં 50 અને કોમર્શિયલમાં 100 રૂ.નો વધારો લાગુ થશે. જેને લઈ 12 હજારથી વધુ પાલિકાના કરદાતાઓના માથે વર્ષે દોઢથી બે કરોડ રૂપિયાનું ભારણ વધશે. પાલિકા પ્રમુખ વિનય વસાવાએ 40 ટકાનો વેરા વધારાથી અંકલેશ્વર નગરપાલિકાની આર્થિક સ્થિતિ મજબૂત બનશે, અને લોકોને વધુ સારી સુવિધા આપી શકાશે તેવો મત વ્યક્ત કર્યો છે.

Next Story