અંકલેશ્વર: ન.પા.દ્વારા હસ્તી તળાવ ખાતે કુત્રિમ કુંડની તૈયારી કરાતા વિરોધ,સ્થળ અપવિત્ર હોવાનો મંડળોનો આક્ષેપ

હાલ ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે તો બીજી તરફ તંત્ર દ્વારા વિસર્જનની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

New Update

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા હસ્તી તળાવ ખાતે ગણેશ વિસર્જન માટે કુત્રિમ જળ કુંડ બનાવાતા વિવાદ જોવા મળી રહ્યો છે

Advertisment

અંકલેશ્વરમાં હાલ ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે તો બીજી તરફ તંત્ર દ્વારા વિસર્જનની તૈયારીઓ કરવામાં આવી રહી છે. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા હસ્તી તળાવ ખાતે કુત્રિમ જળકુંડ બનાવવામાં આવી રહ્યું છે જેની સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.ગણેશ મંડળોનો આક્ષેપ છે કે નગર પાલિકા દ્વારા જે કુત્રિમ તળાવ બનાવવામાં આવી રહ્યું છે જે ગણેશ વિસર્જન માટે યોગ્ય જગ્યા નથી.આ જગ્યા પર લોકો કચરો નાંખી જાય છે. સાથે જ શૌચ સહિતની ક્રીયાઓ પણ આ જ સ્થળે કરવામાં આવે છે ત્યારે આ કુત્રિમ જળકુંડમાં વિસર્જન ન કરવાની ગણેશ મંડળો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે

Advertisment