Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નેત્રંગ પોલીસની સરાહનીય કામગીરી, અજાણ્યા 2 બાળકોનું પરીવાર સાથે સુખદ મિલન કરાવ્યું...

ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસની સરાહનીય કામગીરી સં એયાવી છે. જેમાં અજાણ્યા 2 બાળકોનું પરીવાર સાથે નેત્રંગ પોલીસે સુખદ મિલન કરાવ્યું છે.

ભરૂચ : નેત્રંગ પોલીસની સરાહનીય કામગીરી, અજાણ્યા 2 બાળકોનું પરીવાર સાથે સુખદ મિલન કરાવ્યું...
X

ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસની સરાહનીય કામગીરી સં એયાવી છે. જેમાં અજાણ્યા 2 બાળકોનું પરીવાર સાથે નેત્રંગ પોલીસે સુખદ મિલન કરાવ્યું છે.

ભરૂચ : નેત્રંગ પોલીસની સરાહનીય કામગીરી, અજાણ્યા 2 બાળકોનું પરીવાર સાથે સુખદ મિલન કરાવ્યું...ભરૂચ જિલ્લાના નેત્રંગ પો. સ્ટેશનના પીએસઆઇ કે.એન.વાઘેલા અને પો.કર્મીઓ પેટ્રોલીંગમાં હતા. જે દરમિયાન નેત્રંગ જીનબજારમાં રહેતા સ્થાનિક રહીશો થકી જાણવા મળેલ કે, નેત્રંગ જીનબજારમાં 2 અજાણ્યા બાળકો ભુલા પડેલા હોવાનું જાણવા મળતા તપાસ કરતા 2 અજાણ્યા બાળકો મળી આવ્યા છે. તેમની પુછપરછ દરમિયાન મોટા બાળકની ઉ.વ. 10ની તબિયત નાંદુરસ્ત જણાય આવતા બન્ને બાળકોને તાત્કાલિક નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, ત્યારે બાળકો મરાઠી ભાષામાં બોલતા હોય અને સ્થાનિક ન હોવાનું જણાય આવતા તેમનાં ફોટો મેળવીને તાત્કાલિક વોટ્સએપ મારફતે ફોટો સર્ક્યુલેટ કરવામાં આવેલ અને રાત્રીના સમયે પોલીસની અલગ અલગ ટીમો બનાવીને પો.સ્ટે વિસ્તારનાં પડાવો ચેક કરવામાં આવેલ પરંતુ કોઇ હકિકત જાણવા મળી નહતી. જેમાં બાળકોના વાલી વારસો બાબતે તપાસ કરાવતા કાંટીપાડા રોડ ઉપર ક્વોરી પાસે આ બાળકો રહેતા હોવાનું જાણવા મળતા તે જગ્યાએ જઇ તપાસ કરતા એક મહારાષ્ટ્રનાં દાદા રૂપસીંગભાઇ દુરજીભાઇ વસાવે નાઓ મળી આવતા તેમને બાળકોનાં ફોટા બતાવતા તે બાળકો પોતાના પૌત્રો હોવાનું જણાવતા તેમને પોલીસ સ્ટેશન ખાતે લઇ આવીને બાળકોને તેમનાં દાદા સાથે સુખદ મિલન કરાવેલ હતું.

Next Story