Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ચામડીના રોગો માટે નિઃશુલ્ક નિદાન શિબિર યોજાય, લાભાર્થી દર્દીઓએ લાભ લીધો...

ભરૂચ જિલ્લાના વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ચામડીના રોગો માટે નિઃશુલ્ક નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ જિલ્લાના વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ચામડીના રોગો માટે નિઃશુલ્ક નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લાભાર્થી દર્દીઓએ લાભ લીધો હતો.

ભરૂચ જિલ્લાના વાગરા ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ચામડીના રોગોનું નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ શહેરના જુના પ્રતિષ્ઠિત ચામડીના રોગોના નિષ્ણાંત ડો. ઈલ્યાસ પટેલ તેમજ ડૉ. અસીમ પટેલ દ્વારા વાગરા CHC સેન્ટર ખાતે ચામડીના રોગો માટે નિશુલ્ક સારવાર પ્રદાન કરવામાં આવી હતી. આયોજિત નિદાન શિબિરમાં 300થી વધુ ચર્મ રોગથી પીડાતા દર્દીઓએ લાભ લીધો હતો. વાગરા CHC સેન્ટરના સહયોગથી આ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ શહેર કોંગ્રેસ માયનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ઐયુબ બાપુ, વાગરા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ફારુક અબ્દુલ માસ્ટર તેમજ નઈમ સુરજવાલા સહિત વાગરા CHC કેન્દ્રના આરોગ્ય કર્મીઓએ નિઃસ્વાર્થ પણે ખડે પગે સેવા આપી સેવાકીય કાર્ય કરી આ કેમ્પને સફળ બનાવ્યો હતો. જિલ્લામાં અનેકો જગ્યાએ નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી અંગેના કેમ્પો સમયાંતરે થતા હોય છે. સાંપ્રત મોંઘવારીના યુગમાં ગરીબ સમાજના લોકો માટે નિશુલ્ક નિદાન શિબિરો ખુબ લાભદાયી અને સેવારૂપ પુરવાર થઈ રહી છે.

Next Story