ભરૂચ: પાંચબત્તી વિસ્તારમાં આવેલ આયકર વિભાગની કચેરીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

આજેરોજ સમગ્ર દેશમાં 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અને ઠેર ઠેર ધ્વજવંદનના કાર્યક્રમો યોજાય રહ્યા છે

New Update

આજેરોજ સમગ્ર દેશમાં 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અને ઠેર ઠેર ધ્વજવંદનના કાર્યક્રમો યોજાય રહ્યા છે ત્યારે ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલ આયકર વિભાગની કચેરીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઇનકમ ટેક્ષ વિભાગના જોઇન્ટ કમિશનર રવીશ ભટ્ટે ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને એકમેકને રાષ્ટ્રીય પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી