Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસર પોલીસ દ્વારા સિનિયર સિટીઝનો માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ યોજાયો...

જિલ્લા પોલીસ દ્વારા જંબુસરની જનરલ હોસ્પિટલ ખાતે સિનિયર સિટીઝન માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જંબુસરની જનરલ હોસ્પિટલ ખાતે સિનિયર સિટીઝન માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વૃદ્ધ-વડીલોએ નિદાન કેમ્પ લાભ લીધો હતો.

પોલીસ પ્રજાનો રક્ષક અને સાચો મિત્ર છે, તે ઉક્તિ સાર્થક કરતા ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જંબુસર ડિવિઝનના તમામ પોલીસ મથક વિસ્તારના સીનીયર સીટીઝન રહીશો માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ જંબુસરની જનરલ હોસ્પિટલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. તબીબ તુષાર પટેલ સહિતના નિષ્ણાંત તબીબો દ્વારા વૃદ્ધ-વડીલોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. જેમાં ડાયાબિટીસ, બીપી, કાર્ડિયોગ્રામ સહિતનું ચેકઅપ કરવામાં આવ્યું, અને જરૂરિયાતમંદોને અલગ અલગ રોગ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 100 જેટલા સિનિયર સિટીઝનોએ લાભ લીધો હતો. ટો જંબુસર પોલીસ તંત્રએ કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

Next Story