Connect Gujarat
ભરૂચ

ભરૂચ: નંદેલાવ ઓવરબ્રિજ પર ચોમાસાની સિઝનમાં મોટા ખાડા, વાહન ચાલકોને હાલાકી

ભરૂચ શહેરના નંદેલાવ ઓવરબ્રિજ પર ચોમાસાની સિઝનમાં મોટા ખાડા પડી જતા વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.

X

ભરૂચ શહેરમાં શહેર જિલ્લાના માર્ગો વરસાદમાં ધોવાઈ જતા માર્ગ ઉપર ખાડોઓએ સામ્રાજ્ય જમાવ્યું છે. શહેરના અનેક વિસ્તારના માર્ગો પડેલા ખાડાઓના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે.ભરૂચ શહેરનો પ્રથમ નંદેલાવ ઓવર બ્રીજ અત્યંત ખખડધજ બની ગયો છે.

માર્ગ ધોવાતાં પડેલાં ખાડાઓમાંથી હવે સળિયા બહાર નિકળી આવતાં સ્થાનિક તંત્ર કોઈ માટી ઘટનાની રાહ જોઈ રહ્યું એવું અહી દેખાય રહ્યું છે ત્યારે અહીંથી પસાર થતા વાહન ચાલકોને દુર્ઘટના થવાનો ડર પણ લાગી રહ્યો છે.

દર વર્ષે ચોમાસામાં એબીસી સર્કલથી દહેજને જોડતા માર્ગની હાલત ખસ્તા બનતા સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.આ બાબતે તંત્રને પણ રજૂઆત કરવામાં આવતી હોવા છતા આ પ્રશ્નનું નિરાકરણ ન આવતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.

Next Story