ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા 108 ટીમે તવડી ગામની સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઊપડતાં ટ્રાફિકના કરણે એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી હતી.
ઝઘડીયા તાલુકાના તવડી ગામની સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઊભી થતાં મારફતે ઉમલ્લા 108 મારફતે સારવાર અર્થે સરકારી દવાખાને લઈ જવામાં આવતી હતી, ત્યારે રાયસીંગપુરા અને ઉમલ્લા ગામ વચ્ચે સ્ટેટ હાઈવે પર અન્ય વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હોવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિની નિર્માણ થયું હતું. જોકે, વાહનોની લાંબી કતારો લાગી હોવાના કારણે 108 એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાય હતી. આ ટ્રાફિક જામમાં ફસાયેલી એમ્બ્યુલન્સમાં સગર્ભા મહિલાને વધુ પીડા ઊપડતાં 108 એમ્બ્યુલન્સના EMT અને પાઇલટે એમ્બ્યુલન્સને રોડની સાઈડમાં જ એમ્બ્યુલન્સને થોભાવી હતી. જ્યાં એમ્બ્યુલન્સમાં જ મહિલાને પ્રસૂતિ કરાવવા તૈયારી કરી હતી. બાદમાં અમદાવાદ 108ની હેડઓફિસના તબીબ સાથે ટેલિફોનિક માર્ગદર્શન મેળવી મહિલાને સફળ પ્રસૂતિ કરાવી હતી. જોકે, તંદુરસ્ત બાળકને જન્મ આપ્યા બાદ મહિલાને વધુ સારવાર અર્થે ઉમલ્લા સરકારી દવાખાને લઇ જવામાં આવી હતી, ત્યારે 108 એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી બદલ સગર્ભા મહિલા અને તેના પરિજનોએ 108ની ટીમનો અભાર માન્યો હતો.