ભરૂચ: પી.એમ.મોદીના જન્મ દિવસ નિમિત્તે હાંસોટ તાલુકામાં વિવિધ કાર્યક્રમો યોજાયા

New Update

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના 71 માં જન્મદિવસ પર ઉજજવલા યોજના હેઠળ હાંસોટ તાલુકાના 113 લાભાર્થીઓને ગેસ કનેકશન આપવામાં આવ્યા હતા

Advertisment W3.CSS

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 71 માં જન્મદિવસ પર આજરોજ હાંસોટ ના એપીએમસી ના હોલ ખાતે 113 લાભાર્થીઓને ગેસ કનેકશન આપવામાં આવ્યા હતા. તાલુકાના નાગરિક પુરવઠા વિભાગના નાયબ મામલતદાર મુનાફ પટેલની સૂચનાને લઇ તાલુકાની ઇનડેન તથા એચ. પી ગેસ એજન્સીના સહયોગથી ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ ગેમલસિંહ પટેલ,તાલુકા કારોબારી ચેરમેન જયેશ પટેલ તથા પી. આઇ કે. એમ. ચૌઘરીના હસ્તે લાભાર્થીઓને ગેસ સગડી,રેગ્યુલેટર,બોટલ અને ગેસ પાઈપ વિતરણ કરવામાં આવ્યું હતું


પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ની 71મી જન્મજયંતિ નિમિત્તે શ્રી વમળનાથ સેવા સાર્વજનિક ટ્રસ્ટ તથા કા કા બા હોસ્પિટલ હાંસોટ અને ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે હાંસોટ-અંકલેશ્વર વિધાનસભાનાં વિસ્તારમાં શ્રી કોટેશ્વર મહાદેવ હાઈસ્કૂલ કતપોર ખાતે ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના અધ્યક્ષ સ્થાને નમો મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે આંખ રોગ સ્ત્રી રોગ, જનરલ સર્જન,પેશાબ પથરી, લેપ્રોસ્કોપિક સર્જન તથા પ્લાસ્ટીક સર્જનના નિષ્ણાત તબીબો દ્વારા તપાસ કરી વિના મૂલ્યે દવાઓ આપવામાં આવી હતી