ભરૂચ : વાસ્મોના કર્મચારીઓએ પડતર માંગોને લઈને સરકાર સામે બાયો ચઢાવી...
પ્રધાન મંત્રીના હર ઘર નલ સે જલના મહત્વકાંક્ષી પ્રોજેકટમાં યશસ્વી કામગીરી કરનારા કર્મીઓએ પણ વિરોધ નોંધાવી રહ્યા છે.

પ્રધાન મંત્રીના હર ઘર નલ સે જલના મહત્વકાંક્ષી પ્રોજેકટમાં યશસ્વી કામગીરી કરનારા કર્મીઓએ પણ વિરોધ નોંધાવી રહ્યા છે. વાસ્મો સર્વિસ રૂલ્સ-૨૦૦૨ મુજબ પગાર ધોરણ, પી.એફ., ગ્રેજ્યુએટી, ટ્રાન્સફર એલાઉન્સ, પોસ્ટ અપગ્રેડેશન, વીમો વગેરે લાભો નહીં અપાતા કર્મીઓમાં રોષની લાગણી ફેલાઈ છે.
ભરૂચ જિલ્લાના વિવિધ કર્મચારી મંડળે પોતાની માંગોને લઈ રાજ્ય સરકાર સામે લડી લેવાના મૂડમાં જણાય રહ્યા છે. તેવામાં વાસ્મોના કર્મચારીઓ પણ તેમની માંગણીઓ સંતોષાય એ હેતુસર યોજનાબધ્ધ રીતે સરકાર વિરુદ્ધ કાર્યક્રમો આપશે. ગુજરાત સરકાર સામે અનેક કર્મચારી સંગઠનો પોતાની પડતર માંગણીઓને લઈ એક પછી એક આવેદન પત્રો આપી, તેમજ દેખાવો કરી પોતાનો અવાજ બુલંદ કરી રહ્યા છે. સરકારને એક સાંધે, ત્યાં તેર તૂટી રહ્યાની સ્થિતિનું નિર્માણ થવા પામ્યુ છે. ગુજરાતમાં પોતાની માંગોને સંતોષવા રાજ્ય સરકાર સામે અલગ અલગ વિભાગના કર્મચારીઓએ મેદાનમાં આવવાની ફરજ પડી છે.
દરેક ઘરને પાણી મળે એવા પ્રધાનમંત્રીના મહત્વકાંક્ષી હર ઘર નલ સે જલના પ્રોજેકટ પર પ્રસંશનીય અને ઉત્તમ કામ કરતા ભરૂચ જિલ્લાના વાસ્મોના કર્મીઓએ પણ વિવિધ માંગો જેમ કે, વાસ્મો સર્વિસ રૂલ્સ-૨૦૦૨ મુજબ પગાર ધોરણ, પી.એફ., ગ્રેજ્યુએટી, ટ્રાન્સફર એલાઉન્સ, પોસ્ટ અપગ્રેડેશન અને વીમો વગેરના લાભ આજદિન સુધી નહીં મળતા કર્મચારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. અનેક વાર સરકારમાં યોગ્ય જગ્યાએ રજૂઆતો કરવા છતાં પરિણામ નહીં મળતા વાસ્મો કર્મચારી કલ્યાણ સંગઠન-ગાંધીનગરના નેજા હેઠળ માંગવામાં આવેલ માંગણીઓ સંતોષાશે નહીં તો આગામી દિવસોમાં આયોજનબધ્ધ રીતે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવતા વાતાવરણ ગરમાયું છે. સાથે જ ભરૂચ વાસ્મોના કર્મચારીઓની પડતર માંગણીઓ સરકાર નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવણીઓ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.