Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર ન.પા.દ્વારા રસ્તે રખડતા ઢોર પકડવાનું અભિયાન, અત્યાર સુધીમાં 22 ઢોર પાંજરે પુરાયા

અત્યાર સુધીમાં 22 જેટલા રખડતા ઢોરને પકડી દીવા ગામ ખાતે આવેલ ઢોર ડબ્બામાં પૂર્વામાં આવ્યા છે

અંકલેશ્વર ન.પા.દ્વારા રસ્તે રખડતા ઢોર પકડવાનું અભિયાન, અત્યાર સુધીમાં 22 ઢોર પાંજરે પુરાયા
X

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં ટ્રાફિકને અડચણ કરતા રખડતા ઢોરને પકડીને દીવા ગ્રામ પંચાયતના આવેલ ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા અંકલેશ્વર શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી નગરપાલિકાના ચીફ ઓફિસર કે. એમ. કોલડિયાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરરઘુવીરસિંહ મહીડા દ્વારા અને ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટરજયેશ સોલંકી, સુપરવાઈઝર સ્ટાફ અને અન્ય કર્મચારીઓ સાથે સતત ચાલુ રાખવામા આવી હતી.


જેમાં અત્યાર સુધીમાં 22 જેટલા રખડતા ઢોરને પકડી દીવા ગામ ખાતે આવેલ ઢોર ડબ્બામાં પૂર્વામાં આવ્યા છે. આ કામગીરી દરમ્યાન કોઈ અનિરછનીય બનાવ ન બને એમાટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામા આવ્યો હતો.આજ સુધીમાં કુલ -૧૪ ઢોર છોડાવવા આવેલ વ્યક્તિઓ પાસેથી રૂ. ૫,૪૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

Next Story