Connect Gujarat
ભરૂચ

નેત્રંગ પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂના લાખોના મુદ્દામાલ સાથે બેને ઝડપી પાડ્યા

ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મંગાવેલો હોવાની અને કટીંગ કરતા હોવાની માહિતી મળતા નેત્રંગ પોલીસ આપે તાત્કાલિક ઘટના સ્થળે રેડ કરતા બુટલેગરોમાં ભાગદોડ મચી જવા પામી હતી.

નેત્રંગ પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂના લાખોના મુદ્દામાલ સાથે બેને ઝડપી પાડ્યા
X

નેત્રંગ પોલીસ રાત્રે પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કંબોડિયા ખાટકોલ ચોકડીથી પંજાબ નગરી તરફ જવાના રસ્તા ઉપર આવેલા કલ્પેશભાઈ પટેલના ખેતરમાં આવેલ આંબાવાડીના બાગમાં અંદરની બાજુએ કંબોડિયા ગામનો રાહુલ ઉર્ફે કાળીયો ઓકારરામ માળી, રાહુલ વસાવાને ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મંગાવેલો હોવાની અને કટીંગ કરતા હોવાની માહિતી મળતા નેત્રંગ પોલીસ આપે તાત્કાલિક ઘટના સ્થળે રેડ કરતા બુટલેગરોમાં ભાગદોડ મચી જવા પામી હતી.

પોલીસે ભાગદોડ દરમિયાન રતિલાલ વસાવા અને મહેશ વસાવાઓને ઝડપી પાડ્યા હતાં. જ્યારે અન્ય આરોપીઓ અંધારાનો લાભ લઇ નાસી જતા પોલીસે પકડાયેલા આરોપીઓની પાસેથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂઓની પેટીઓનો જથ્થો તથા બે ફોરવીલર ગાડી, બે મોટર સાયકલ સહિત 22 લાખ ઉપરાંત મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડી સ્થળ પરથી ફરાર પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

Next Story