Connect Gujarat
ભરૂચ

PM મોદી આજે ગુજરાત પ્રવાસે, 200 બેડની અધ્યતન સુવિધાથી સજ્જ હોસ્પિટલનું કર્યું લોકાર્પણ

જસદણના આટકોટમાં પાટીદાર સમાજ દ્વારા નિર્મિત કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના લોકાર્પણ માટે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.

PM મોદી આજે ગુજરાત પ્રવાસે, 200 બેડની અધ્યતન સુવિધાથી સજ્જ હોસ્પિટલનું કર્યું લોકાર્પણ
X

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. સૌથી પહેલા જસદણના આટકોટમાં પાટીદાર સમાજ દ્વારા નિર્મિત કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના લોકાર્પણ માટે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. રાજકોટમાં એઇમ્સની સૌરાષ્ટ્રને સૌથી મોટી ભેટ બાદ આટકોટમાં પટેલ સમાજ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

200 બેડની આધુનિક હોસ્પિટલ તમામ સુવિધાઓથી સજ્જ છે. રાજકોટના પછાત અંતરિયાળ વિસ્તાર જસદણ, વીંછિયા ઉપરાંત સુરેન્દ્રનગર, ભાવનગર અને અમરેલી આ ત્રણ જિલ્લાને આ હોસ્પિટલને લીધે આરોગ્યની સેવાઓનો લાભ મળશે. અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે એક દિવસ માટે આટકોટને નો-ફ્લાય ઝોન જાહેર કરાયું છે. જેને પગલે બે એ૨લાઈન્સ કંપનીની દિલ્હીની ફ્લાઈટનાં સમયમાં ફે૨ફા૨ ક૨વામાં આવ્યો છે. સ્પાઈસ જેટની સવા૨ની દિલ્હી અને ઈન્ડિગોની સવા૨ની દિલ્હી ફ્લાઈટના સમયમાં ફે૨ફા૨ કરાયો છે.બાદમાં હેલિકોપ્ટર મારફત આટકોટ જવા રવાના થયા હતા. આટકોટ પહોંચી મોદીએ હોસ્પિટલનું લોકર્પણ કર્યું હતું. બાદમાં હોસ્પિટલમાં અત્યાધુનિક સુવિધાઓ નિહાળી હતી.

હોસ્પિટલના ડો.ભરત બોઘરાએ એક એક મશીનરીની જાણકારી મોદીને આપી હતી. આટકોટ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડો.ભરત બોઘરાનું વીરનગરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. 70 ટ્રેક્ટર દ્વારા ભવ્ય રેલી કાઢવામાં આવી હતી. લોકો ડીજેના તાલ સાથે મનસુખ માંડવીયાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. મોહન કુંડારીયા અને ગામના સરપંચ પરેશ રાદડિયા સહિતના ગામના આગેવાનો દ્વારા ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

Next Story