Connect Gujarat
બિઝનેસ

દેશમાં પેરાસીટામોલ સહિત 84 દવાના ભાવ ફિક્સ,જાણો કેટલો ભાવ નક્કી કરાયો..

દેશમાં પેરાસીટામોલ સહિત 84 દવાના ભાવ ફિક્સ,જાણો કેટલો ભાવ નક્કી કરાયો..
X

દેશમાં મોંઘવારીએ મઝા મૂકી છે ત્યારે સામાન્ય જનતા મોંઘવારીથી પરેશાન છે. પરંતુ આ દરમિયાન એક સારા સમાચાર આવ્યા છે. સરકારે 84 દવાઓની કિંમત નક્કી કરી છે. મતલબ કે કોઈ પણ આ દવાઓ બજારમાં નિયત કિંમત કરતાં વધુ ખરીદી શકે છે.

સરકારી સંસ્થા નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ ડાયાબિટીસ, માથાનો દુખાવો, હાઈપરટેન્શન જેવા રોગોમાં વપરાતી 84 દવાઓની છૂટક કિંમત નક્કી કરી છે. આ સાથે, NPPA એ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ્સનું સ્તર ઘટાડવા માટે ફોર્મ્યુલેશનની કિંમતો પણ નક્કી કરી છે. NPPA અનુસાર, આ દવા ની કિંમત 2013 માં જાહેર કરાયેલ પ્રાઇસ કંટ્રોલ નોટિફિકેશન હેઠળ નક્કી કરવામાં આવી છે. આ ઓર્ડર એનપીપીએને દવાઓની છૂટક કિંમત નક્કી કરવાની સત્તા આપે છે.વોગ્લિબોઝ અને મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડ એક ટેબ્લેટની કિંમત 10.47 રૂપિયા હશે. જો કે તેમાં GSTનો સમાવેશ થતો નથી. આ સિવાય Rosuvastatin Aspirin અને Clopidogrel Capsules ની કિંમત 13.91 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે પેરાસિટામોલ અને કેફીનની એક ટેબ્લેટની કિંમત 2.88 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ સાથે, NPPA એ 30 સપ્ટેમ્બર સુધી મેડિકલ ઓક્સિજન અને ઓક્સિજન ઇન્હેલેશન ની મહત્તમ કિંમતમાં વધારો કર્યો છે.

Next Story