Connect Gujarat
બિઝનેસ

ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં થયો ભારે ઘટાડો

ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં થયો ભારે ઘટાડો
X

સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે સ્થાનિક શેરબજારે ટ્રેડિંગની ખૂબ જ નબળી શરૂઆત કરી. ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ભારે ઘટાડો થયો હતો. સેન્સેક્સે 550 પૉઇન્ટથી વધુના નુકસાન સાથે ટ્રેડિંગની શરૂઆત કરી હતી, જ્યારે નિફ્ટી ખુલતાની સાથે જ 20 હજાર પૉઇન્ટની નીચે આવી ગયો હતો.

સવારે 9:20 વાગ્યે સેન્સેક્સ 508 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 67,090 પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 147 પોઈન્ટથી વધુ ઘટીને 19,985 પોઈન્ટની નજીક હતો.

બજાર ખુલતા પહેલા જ દબાણના સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યા હતા. ગિફ્ટી નિફ્ટીમાં નિફ્ટી ફ્યુચર્સ સવારે 11 પોઈન્ટ્સ તૂટ્યો હતો. પ્રી-ઓપન સેશનમાં સ્થાનિક બજારોમાં ભારે નુકસાનના સંકેત દેખાઈ રહ્યા હતા. પ્રી-ઓપન સેશન દરમિયાન સેન્સેક્સ 765 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો અને 66,850 પોઈન્ટની નીચે ગયો હતો. તે જ સમયે, નિફ્ટી 150થી વધુ પોઈન્ટના નુકસાન સાથે 20 હજાર પોઈન્ટની નીચે ગયો હતો. આજે સ્થાનિક બજારો સતત બીજા દિવસે નુકસાનમાં રહી શકે છે.

Next Story