Connect Gujarat
શિક્ષણ

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે અને ધોરણ 10નું 6 જૂને જાહેર થશે

દર વર્ષની જેમ બોર્ડની વેબસાઈટ પર પણ પરિણામ જાહેર થશે. જે બાદ સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે અને ધોરણ 10નું 6 જૂને જાહેર થશે
X

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સાયન્સનું પરિણામ આવી ગયું છે, પરંતુ હજુ સુધી ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું નથી, ત્યારે આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને તા. 6 જૂને ધોરણ 10નું પરિણામ જાહેર કરવા અંગે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે.

રાજ્યના શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, જૂન મહિનાના શરૂઆતમાં નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો. જેમાં શિક્ષણ વિભાગના તમામ અધિકારીઓ અને શિક્ષકો વ્યસ્ત હતા. જેના કારણે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10નું પરિણામ જાહેર કરી શકાયું ન હતું, ત્યારે હવે કોન્ફરન્સ પુરી થતાં અધિકારીઓ અને શિક્ષકો પરિણામના કામમાં લાગ્યા છે. તેવામાં આવતીકાલે તા. 4 જૂનના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને તા. 6 જૂનના રોજ ધોરણ 10નું બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત દર વર્ષની જેમ બોર્ડની વેબસાઈટ ઉપર પણ આ પરિણામ જાહેર થશે. જે બાદ વિદ્યાર્થીઓને શાળામાંથી માર્કશીટ આપવામાં આવશે.


Next Story