Connect Gujarat
શિક્ષણ

અંકલેશ્વર : અનંત વિદ્યાનિકેતનના ધો. 12 સાયન્સના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં મેળવ્યું 100% પરિણામ

રાજ્યભરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 12 સાયન્સનું પરિણામ જાહેરા કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર : અનંત વિદ્યાનિકેતનના ધો. 12 સાયન્સના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં મેળવ્યું 100% પરિણામ
X

ગુજરાત રાજ્યમાં આજરોજ ધોરણ 12 સાયન્સ બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સેન્ટરનું 64.60 ટકા પરિણામ આવ્યું છે. જેમાં અનંત વિદ્યાનિકેતનના તમામ વિદ્યાર્થીઓએ ઉત્તીર્ણ થઈ 100 ટકા પરિણામ મેળવી શાળા તથા પરિવારનું નામ રોશન કર્યું છે.

રાજ્યભરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 12 સાયન્સનું પરિણામ જાહેરા કરવામાં આવ્યું હતું. જોકે, 2 વર્ષ બાદ યોજાયેલી બોર્ડની પરીક્ષામાં આ વર્ષે રાજ્યનું 72 ટકા પરિણામ આવ્યું છે. જેમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક દીવા રોડ પર આવેલ અનંત વિદ્યા નિકેતનના તમામ વિદ્યાર્થીઓએ ઉત્તીર્ણ થઈ 100 ટકા પરિણામ મેળવ્યું છે. ધો. 12 સાયન્સમાં અંકલેશ્વર સેન્ટરનું 64.60 ટકા પરિણામ આવ્યું છે.

જેની સામે શ્રી અગસ્તિ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત અનંતવિદ્યા નિકેતનના તમામ વિદ્યાર્થીઓ સારા પરિણામે ઉત્તીર્ણ થયા છે. સમગ્ર ભરૂચ જીલ્લામાં ધો. 12 સાયન્સમાં 7 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જેમાંથી A1 ગ્રેડ મેળવનાર 2 અનંત વિદ્યાનિકેતનના વિદ્યાર્થી અભિષેક પ્રજાપતિ અને અને એકતા પટેલ છે. અભિષેક પ્રજાપતિએ 99.91 ટકા, જ્યારે એકતા પટેલે 99.90 ટકા સાથે અગ્રેસર રહી ભરૂચ જિલ્લા સહિત શાળા તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે.

તદુપરાંત અનંત વિદ્યાનિકેતનના 23 જેટલા વિદ્યાર્થીઓએ 90થી વધુ ટકા હાંસલ કર્યા છે. આ પ્રસંગે શાળાના પ્રમુખ રાહુલ ભારતે તમામ વિદ્યાર્થી, વાલી અને શિક્ષકોને સિદ્ધિ હાંસલ કરવા બદલ અભિનંદન પઠાવ્યા છે. ઉપરાંત ભવિષ્યમાં શાળાના અન્ય વિદ્યાર્થીઓ પણ સારું પરિણામ મેળવી શાળાનું નામ રોશન કરે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Next Story