Connect Gujarat
શિક્ષણ

JEE Advanvce Result : કેટલા વિદ્યાર્થીઓ આવ્યા, કેટલા સફળ, કટઓફ શું હતું, વાંચો પરિણામ વિશે બધું.!

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી IIT બોમ્બેએ JEE એડવાન્સ 2022નું પરિણામ જાહેર કર્યું છે. આ સાથે લાખો ઉમેદવારોએ હવે રાહતનો શ્વાસ લીધો છે.

JEE Advanvce Result : કેટલા વિદ્યાર્થીઓ આવ્યા, કેટલા સફળ, કટઓફ શું હતું, વાંચો પરિણામ વિશે બધું.!
X

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી IIT બોમ્બેએ JEE એડવાન્સ 2022નું પરિણામ જાહેર કર્યું છે. આ સાથે લાખો ઉમેદવારોએ હવે રાહતનો શ્વાસ લીધો છે. પરીક્ષાનું પરિણામ હવે સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર ઉપલબ્ધ છે અને વિદ્યાર્થીઓ અહીંથી તેમના સ્કોરકાર્ડને તપાસી અને ડાઉનલોડ કરી શકે છે. આ માટે તેઓએ તેમના રોલ નંબર અને એપ્લિકેશન નંબર વગેરેની મદદથી લોગિન કરવાનું રહેશે. આ વખતે પરીક્ષામાં કેટલા ઉમેદવારો આવ્યા, કેટલા સફળ થયા અને આ વર્ષે વિવિધ કેટેગરી માટે કટઓફ શું હતું. ચાલો જાણીએ કે આ વર્ષે એડવાન્સનું પરિણામ કેવું રહ્યું...

આ વર્ષે JEE એડવાન્સ 2022માં કુલ 160038 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. તેમાંથી 155538 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ વર્ષે કુલ 40712 ઉમેદવારોએ JEE એડવાન્સ 2022 પરીક્ષા પાસ કરી છે.

JEE એડવાન્સ પરિણામ મુજબ આ વર્ષે જનરલ કેટેગરીના કટ ઓફમાં વધારો થયો છે. કટઓફ 88.4 પર્સેન્ટાઈલ છે. OBC, SC, ST ઉમેદવારો માટે JEE એડવાન્સ્ડ કટ-ઓફ આ વખતે ચાર વર્ષની નીચી સપાટીએ છે. તે અનુક્રમે 67, 43.08, 26.07 ટકા છે. EWS માટે કટઓફ 63.11 રહ્યો છે.

IIT બોમ્બે ઝોનના આરકે શિશિરે JEE એડવાન્સ 2022 માં ઓલ ઈન્ડિયામાં ટોપ કર્યું છે. તેને 360 માંથી 314 માર્ક્સ મળ્યા છે. IIT દિલ્હી ઝોનની તનિષ્કા કાબરાએ મહિલા વર્ગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. તેણે 360માંથી 277 માર્ક્સ મેળવ્યા છે.

JEE એડવાન્સ પરીક્ષા 2022 ની અંતિમ આન્સર કી પણ IIT બોમ્બે દ્વારા બહાર પાડવામાં આવી છે. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તેને તપાસી અને ડાઉનલોડ કરી શકે છે.

Next Story