Connect Gujarat
ગુજરાત

ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, પાક નુકસાની સહાયમાં વધુ 6 જિલ્લાનો સમાવેશ કરાયો

કૃષિ મંત્રીએ તમામ જિલ્લા કલેક્ટરને સર્વે કરવા આદેશ પારિત કરી દીધા છે

ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, પાક નુકસાની સહાયમાં વધુ 6 જિલ્લાનો સમાવેશ કરાયો
X

અતિવૃષ્ટિથી પાક નુકસાની મામલે સરકારનો મોટો નિર્ણય લીધો છે. વધુ 6 જિલ્લાઓમાં પાક નુકસાન મુદ્દે સહાય કરવા સરકારે મન બનાવ્યુ છે. કૃષિ મંત્રીએ તમામ જિલ્લા કલેક્ટરને સર્વે કરવા આદેશ પારિત કરી દીધા છે. અતિવૃષ્ટિથી પાક નુકસાનીમાં વધુ 6 જિલ્લાઓનો ઉમેરો કરી બનાસકાંઠા, ભરૂચ, કચ્છ, સાબરકાંઠા તેમજ ગીર સોમનાથ અને આણંદ જિલ્લાના ખેડૂતોને નુકસાની સહાય ચૂકવાની તૈયારી દર્શાવી છે. જેને લઈ કૃષિમંત્રીએ તમામ જિલ્લા કલેક્ટર પાસે તાત્કાલિક સર્વે કરાઇ વિગતો માંગી છે. સ્થાનિક MLA અને સાસંદોની રજૂઆતને પગલે આ નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.4 જિલ્લાઓમાં સહાયની ચુકવણી ચાલુ છે જેમાં 15000થી વધુ ખેડૂતોને 32 કરોડ રૂપિયાની સહાય ખાતામાં નાખી દેવામાં આવી છે.

તે બાદ 7 જિલ્લાનો સર્વ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. અને આજે વધુ 6 જિલ્લાઓનો ઉમેરો કરતાં હવે કુલ 17 જિલ્લાઓના ખેડૂતોને અતિવૃષ્ટિથી પાક નુકસાની સહાય મળશે. જામનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં સપ્ટેમ્બર-૨૦૨૧માં થયેલા ભારે વરસાદના કારણે જે પરિસ્થિતિ ઉદભવી હતી તેને ધ્યાને લઈને આ નુકશાનગ્રસ્ત વિસ્તારોના ગામોના ખેડૂતોને આ રાહત પેકેજનો લાભ મળશે.અસરગ્રસ્ત ગામોના જે ખેડૂતોના પાકને ૩૩(તેત્રીસ) ટકા કે તેથી વધુ નુકશાની હોય તેવા ખેડૂતોને વધુમાં વધુ ૨(બે) હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ. ૧૩,૦૦૦ સહાય ચૂકવાશે. આ સહાયમાં એસડીઆરએફ (SDRF)ના ધોરણો મુજબ એસડીઆરએફની જોગવાઈમાંથી બિનપિયત પાક તરીકે વધુમા વધુ ૨(બે) હેક્ટરની મર્યાદામાં હેક્ટરદીઠ રૂ. ૬,૮૦૦ અપાશે. બાકીની તફાવતની હેક્ટર દીઠ રૂ. ૬,૨૦૦ મહત્તમ ૨(બે) હેક્ટરની મર્યાદામાં રાજ્યના બજેટમાંથી અપાશે. જો જમીનધારકતા આધારે એસડીઆરએફ(SDRF)ના ધોરણો મુજબ રૂ. ૫(પાંચ) હજાર કરતા ઓછી રકમ સહાય ચૂકવવાપાત્ર હોય તો પણ ખાતાદીઠ રુ. ૫(પાંચ) હજાર ઓછામાં ઓછા ચૂકવાશે અને તેમાં પણ તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવાની રહેશે. ત્યારે ધનતેરસના શુભ મુર્હુત પર ખેડૂતોના ખાતામાં મેસેજ આવતા નુકસાનીને કારણે આર્થીક ભીડમાં ચાલતો ખેડૂતને થોડી રાહત મળી છે.

Next Story
Share it