Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા : આબુરોડ નજીક લકઝરી બસમાંથી 255 તલવારો મળી, તલવારો મોકલાતી હતી કલોલ

આ તલવારો ગુજરાતમાં આવેલા કલોલ ખાતે પહોંચાડવાની હોવાની પ્રાથમિક વિગતો સપાટી પર આવી છે.

બનાસકાંઠા : આબુરોડ નજીક લકઝરી બસમાંથી 255 તલવારો મળી, તલવારો મોકલાતી હતી કલોલ
X

ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલા આબુરોડ પાસેથી પસાર થતી લકઝરી બસમાંથી પોલીસે 255 જેટલી તલવારો કબજે કરી છે. આ તલવારો ગુજરાતમાં આવેલા કલોલ ખાતે પહોંચાડવાની હોવાની પ્રાથમિક વિગતો સપાટી પર આવી છે.



આબુરોડ પોલીસે ખાનગી ટ્રાવેલ્સની બસો મારફતે તલવારોની હેરાફેરીનો કારસો પકડી પાડયો છે. માવલ પોલીસની ટીમે જોધપુરથી અમદાવાદ જઇ રહેલી ખાનગી લકઝરી બસને ચોકકસ બાતમીના આધારે અટકાવી હતી. બસની તલાશી લેવામાં આવતાં તેમાંથી 255 જેટલી તલવારો મળી આવી હતી. તલવારો અંગે બસના ડ્રાયવરને પુછવામાં આવતાં તેણે તલવારોનું પાર્સલ કલોલ ખાતે પહોંચાડવાનું હોવાની કબુલાત કરી હતી. પોલીસે ગેરકાનૂની રીતે હથિયારની હેરાફેરી કરતાં ૧૦૨ મુજબ ગુનો નોંધી આટલી મોટી માત્રામાં તલવારો કોને અને કેમ મંગાવી હતી તે દિશામાં તપાસ શરૂ કરી દીધી છે. રાજસ્થાનમાંથી વિદેશી દારૂ, હથિયારો તથા નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે બંને રાજયોની પોલીસ સઘન વાહનચેકિંગ કરી રહી છે.

Next Story