Connect Gujarat
ગુજરાત

ભરૂચ : પાવાગઢ મંદિરે છોલેલાં શ્રીફળ વધેરવાની માંગ સાથે AHP-રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા તંત્રને આવેદન અપાયું..!

પંચમહાલ જિલ્લાના ચાંપાનેરમાં પાવાગઢ સ્થિત શ્રી મહાકાળી શક્તિપીઠ માંનું એક હિન્દુ તીર્થધામ છે. જેમાં કરોડો હિંદુઓની આસ્થા-ભાવના જોડાયેલ છે.

X

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ સ્થિત મહાકાળી માતાજીના મંદિરમાં છોલેલાં શ્રીફળ વધેરવાના પ્રતિબંધ સામે ભરૂચ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

પંચમહાલ જિલ્લાના ચાંપાનેરમાં પાવાગઢ સ્થિત શ્રી મહાકાળી શક્તિપીઠ માંનું એક હિન્દુ તીર્થધામ છે. જેમાં કરોડો હિંદુઓની આસ્થા-ભાવના જોડાયેલ છે. મહાકાળી મંદિર સરકાર નિયંત્રણ હેઠળ છે, તાજેતરમાં માતાજીને ભાવિક માઇભક્તો દ્વારા મંદિરમાં છોલેલાં શ્રીફળ પર પ્રતિબંધ તેમજ મંદિર ગર્ભગૃહથી દુર માછી પાસે શ્રીફળ વધેરવા ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે. જેને કારણે ત્યાં દર્શને આવતા લાખો માઇભક્તોને હાલાકી ભોગવવી પડે છે. ટ્રસ્ટ જે મંદિરની વ્યસ્થાના ભાગરૂપે પોતાને મંદિરના માલિક સમજી હિન્દુ પરંપરાને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉપરોક્ત ટ્રસ્ટનો નિર્ણય કરોડો હિંદુઓની આસ્થાને ઠેસ પહોચાડનારો અને દુઃખી કરનારો છે, તેવા આક્ષેપ સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી પાવાગઢ મહાકાળી મંદિરે વર્ષોથી ચાલી આવેલી પરંપરાને જીવંત રાખવા માંગ કરી હતી.

Next Story