Connect Gujarat
ગુજરાત

ભરૂચ:નગર પાલિકાનિ કારોબારી કમિટી દ્વારા આકારણી અને હાઉસટેક્સને લગતી વાંધા અરજીઓની સુનાવણી હાથ ધરાઈ

દરેક વોર્ડ પ્રમાણે 11 દિવસ સુધી નગર પાલિકા કારોબારી કમિટી દ્વારા મિલકત સંબધિત વાંધા અરજીઓની સુનાવણી હાથ ધરવામાં આવશે

ભરૂચ:નગર પાલિકાનિ  કારોબારી કમિટી દ્વારા આકારણી અને હાઉસટેક્સને લગતી વાંધા અરજીઓની સુનાવણી હાથ ધરાઈ
X

ભરૂચ નગરપાલિકા 

તારીખ 14 જૂનને સોમવારના રોજથી 11 દિવસ ભરૂચ નગર પાલિકાની કારોબારી કમિટી દ્વારા આકારણી, હાઉસટેક્સ, ભોગવટો તેમજ બાંધકામ પ્રકારને લગતી વાંધા અરજીઓની સુનાવણી નગર પાલિકા ખાતે હાથ ધરવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકા દ્વારા નગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ મિલકતોના આકારણી , મિલકત વેરા, મિલકતના પ્રકાર , વિસ્તાર, ભોગવટા અને બાંધકામના પ્રકાર સામે આવેલ વાંધા અરજીઓને સાંભળવા નો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.ભરૂચ શહેરના દરેક વોર્ડ પ્રમાણે 11 દિવસ સુધી નગર પાલિકા કારોબારી કમિટી દ્વારા મિલકત સંબધિત વાંધા અરજીઓની સુનાવણી હાથ ધરવામાં આવશે. ભરૂચ નગર પાલિકા કારોબારી અધ્યક્ષ નરેશભાઈ સુથારવાળાએ ભરૂચ શહેરની જનતાને નિયમિત ટેક્સભરે તેવી અપીલ કરતા જણાવ્યું હતું કે જો કોઈને મિલકત સંબધિત વાંધો હોય અથવા મિલકત બંધનો લાભ લેવા ઇચ્છતા ઇસમોએ દસ્તાવેજી પુરાવા સહિત કારોબારી કમિટી નગર સેવા સદન ભરૂચને લેખિતમાં વાંધા અરજી રજૂ કરવાની રહેશે,સમયમર્યાદા બહાર મળેલ અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહીં

Next Story