Connect Gujarat
ગુજરાત

બ્લાસ્ટ કેસ: સુરતને રક્તરંજીત બનતુ અટકાવનાર ઝાંબાઝ પોલીસ અધિકારીએ કોર્ટે દોષીતોને ફટકારેલ સજાના ચુકાદાને આવકાર્યો

અમદાવાદની કોર્ટે સિરિયલ બ્લાસ્ટ કેસ અંગે સજાનું એલાન કર્યું છે જેમાં 38 આરોપીને ફાંસીની ફટકારી છે અને 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

બ્લાસ્ટ કેસ: સુરતને રક્તરંજીત બનતુ અટકાવનાર ઝાંબાઝ પોલીસ અધિકારીએ કોર્ટે દોષીતોને ફટકારેલ સજાના ચુકાદાને આવકાર્યો
X

અમદાવાદની કોર્ટે સિરિયલ બ્લાસ્ટ કેસ અંગે સજાનું એલાન કર્યું છે જેમાં 38 આરોપીને ફાંસીની ફટકારી છે અને 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. અમદાવાદમાં 21 બ્લાસ્ટમાં 56 નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હતો સંખ્યાબંધ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ તરફ સુરતમાં કુલ 30 સ્થળોએ બૉમ્બ પ્લાન્ટ કર્યા હતા,જેમાં 29 બૉમ્બ મળી આવ્યા હતા. આતંકીઓએ આ બૉમ્બ માં જે ટાઇમર ચિપનોં ઉપયોગ કર્યો હતો તે ખામી યુક્ત હોવાને કારણે પ્લાન્ટ કરેલ 29 બૉમ્બ માંથી એક પણ બૉમ્બ ફૂટી શક્યો નહોતો. સુરત બૉમ્બ પ્લાન્ટેશન કેસની તપાસ માટે એડિશનલ સીપી વિકાસ સહાયના નેતૃત્વ હેઠળ SIT બનાવવામાં આવી હતી.

સુરત બોમ્બ પ્લાન્ટેશન કેસના મુખ્ય તપાસ અધિકારી તે સમયે ઇ- ડિવિઝન ACP અને હાલ તાપી જિલ્લા પોલીસ વડા સુજાતા મજમુદારે કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું કે તન્વીર અને ત્યાર બાદ ભટકલ બંધુઓ ના નંબર નું CDR એનાલિસિસ ને અન્ય ટેક્નિકલ એનાલિસિસ ના આધારે અમે સ્લીપર સેલને ભેદવામાં સફળ રહ્યા અને અંડરગ્રાઉન્ડ થઈ ગયેલ તન્વીર પઠાણ નામના સ્થાનિક મુખ્ય મદદગારને ગણતરી ના દિવસોમાં સુરતના ઉધના નજીક થી ઝડપી પાડ્યો.સુરતમાં બૉમ્બ બ્લાસ્ટ કરવા માટે ભીડભાડ વાળી જગ્યાઓ પસંદ કરવાની હતી.આ જગ્યાઓ તન્વીરે જોઈ હતી અને બૉમ્બ પ્લાન્ટ કરવા માટે કર્ણાટક અને કેરળ થી આવેલા ઇન્ડિયન મુંજાહિદ્દીન ના આતંકીઓ ને બતાવી પણ હતી.

સુજાતા મજમુદારે આગળ જણાવ્યું કે તન્વીર ની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી એ ભાંગી પડ્યો અને તેને તમામ વટાણા વેરી દીધા ભટકલ બંધુઓ એ સુરત ની સડકો ને રક્તરંજીત કરવા માટે રચેલ સજીશ સાંભળી અમારા રુવાંટા ઉભા થઇ ગયા,વ્યાપક પ્રમાણમાં માનવ ખુવારી થાય તે પ્રકારના બૉમ્બ આતંકીઓએ તૈયાર કર્યા હતા પરંતુ એકજ સમયે બ્લાસ્ટ કરવા માટે જે ટાઇમર ચિપ નો ઉપયોગ કર્યો હતો તે ચિપ અને ડિટોનેટર પાવર સપ્લાય કરતા કનેક્શન માં ખામી હૉવને કારણે બૉમ્બ ના ફૂટી શક્યા અને સુરત રક્તરંજીત થતા બચી ગયું.

કોર્ટે આજે સંભળાવેલ સજા અંગે સંતોષ વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે આજે ન્યાયની જીત થઈ છે અને લોકોનો ન્યાય વ્યવસ્થા પર વિશ્વાસ વધુ મજબૂત થશે.

Next Story