અમદાવાદ શહેરમાં દારૂ વેચનાર બુટલેગર પર પોલીસની તવાઈ બોલાવી રહી છે ત્યારે પોલીસથી બચવા અવનવી રીત અપનાવે છે ત્યારે ચાંદખેડા પોલીસ બુટલેગરો અલગ-અલગ મોડ્સ ઓપરેન્ડી બનાવી દારૂની હેરાફેરી ન કરે તે માટે થઈને ખાસ કામગીરી હાથ ધરી હતી અને નકલી પોલીસ બની દારૂ વેચવા આવેલ એક આરોપીને પકડી પાડ્યો હતો
ચાંદખેડા પોલીસને બાતમી મળી કે એક વ્યક્તિ પોલીસના સ્વાંગમાં હોટલમાં આવવાનો છે અને તેની પાસે દારૂની બોટલો છે. જેથી પોલીસે હોટલની બહાર પહોંચી વોચ ગોઠવી હતી. ત્યાં જે વર્ણન હતું તે પ્રમાણે વ્યક્તિ ત્યાં હાજર મળી આવતા પોલીસે તેની અટકાયત કરી હતી.
ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ચિરાગભાઈ તેમની ટીમ સાથે ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે એક વ્યક્તિ એ સફેદ શર્ટ અને ખાખી પેન્ટ પોલીસના ડ્રેસ જેવું પહેર્યું છે અને તેની પાસે રહેલો થેલો છે તેમાં ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો છે. બાતમીના આધારે તેને પકડી પાડવામાં આવ્યો હતો આરોપીએ પોતાનું નામ મંગલસિંહ ભવરસિંહ રાવત હોવાનું જણાવી પોતે રાજસ્થાન પોલીસમાં હોવાનું કહેતા ચાંદખેડા પોલીસે તેની પાસે આઈકાર્ડ માગ્યું હતું. જેથી પોતાની પાસે આઈ કાર્ડ ન હોવાથી ચાંદખેડા પોલીસે તેની પાસે રહેલા થેલામાં તપાસ કરતાં અલગ-અલગ બ્રાન્ડની 28 વિદેશી દારૂની બોટલ અને પોલીસ યુનિફોર્મનો આર્ટિકલ મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસ સ્ટેશન લાવી આરોપીની પૂછપરછ કરતા તેને જણાવ્યું કે પોતે પોલીસમાં ફરજ બજાવતા નથી પરંતુ તે પોલીસ તરીકે ઓળખ આપી હોટલમાં રોકાય છે અને દારૂનો લાવતો હોવાથી કોઈપણ પ્રકારની હેરાનગતિ ન થાય તે માટે પોલીસ યુનિફોર્મ પહેરી મુસાફરી કરે છે