ગાંધીનગર : મહાત્મા મંદિરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાશે…

મહાત્મા મંદિર ખાતે યોજાનાર વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ પ્રારંભ કેન્દ્રીય રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી અને વિવિધ દેશોના યુનેસ્કોના પ્રતિનિધિઓની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવશે.

New Update

દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત વડનગર ખાતે ભવ્ય ઇતિહાસ-વિરાસતને લેન્ડમાર્ક હેરિટેજ ડેસ્ટિનેશન તરીકે ઉજાગર કરવાનો કેન્દ્ર-રાજય સરકારના સાંસ્કૃતિક વિભાગના ઉપક્રમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવાર, તા. ૧૮મી મે વર્લ્ડ મ્યુઝિયમ-ડેના ઉપલક્ષ્યમાં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાનાર વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ પ્રારંભ કેન્દ્રીય રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી અને વિવિધ દેશોના યુનેસ્કોના પ્રતિનિધિઓની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવશે.

Advertisment

આવતીકાલે બુધવારના રોજ 3 દિવસ દરમ્યાન યોજાનારી આ કોન્ફરન્સનું આયોજન ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ તથા કેન્દ્રીય સાંસ્કૃતિક વિભાગ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ વડનગરમાં પુરાતન ઐતિહાસિક મહત્વ, સ્થાપત્ય વારસો, નગર રચના જેવી મહત્વપૂર્ણ બાબતો વર્તમાન પરિપ્રેક્ષ્યમાં વિશ્વ સમુદાય સમક્ષ ઉજાગર કરીને વડનગરને ''લેન્ડ માર્ક હેરિટેજ ડેસ્ટિનેશન'' તરીકે વિકસિત કરવા માટેની વ્યૂહરચના અને આપસી વૈચારિક આદાન-પ્રદાન નું સક્ષમ પ્લેટફોર્મ બનશે. આ 3 દિવસની કોન્ફરન્સમાં જે વિવિધ વિષયોના ચર્ચાપત્રો યોજાઈ રહ્યા છે, તેમાં વડનગર ઈતિહાસ, વિરાસત અને સાંસ્કૃતિક મહત્તા, વડનગરના પુરાતત્વીય સ્થળો, જળ વ્યવસ્થાપન, જળસંગ્રહ ની પરંપરાગત પદ્ધતિ, બુદ્ધિસ્ટ હેરિટેજ, પુરાતત્વીય સંગ્રહાલય ના વિકાસ માટે વૈશ્વિક સંભાવનાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રિય કક્ષાના ૮ અને રાષ્ટ્રિય કક્ષાના ર૦ જેટલા વકતાઓ, યુનેસ્કોના પ્રતિનિધિઓ, સાહિત્યકારો, ઇતિહાસવિદો, પુરાતત્વવિદો, વડનગર નગરજનો, સેપ્ટ યુનિવર્સિટી, આઇ.આઇ.ટી ગાંધીનગર, ડેક્કન કોલેજ પૂના સહિતના વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, યુવા વિદ્યાર્થીઓ સહિત અંદાજે બે હજારથી વધુ લોકો સહભાગી થશે. 

Advertisment