Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં મેઘરાજા ક્યારે મન મૂકીને વરસસે? હવામાન વિભાગે શું કરી આગાહી વાંચો

ગુજરાતમાં મેઘરાજા ક્યારે મન મૂકીને વરસસે? હવામાન વિભાગે શું કરી આગાહી વાંચો
X

રાજ્યમાં વાદળછાયું વાતાવણ જોવા મળી રહ્યું છે પરતું વરસાદની શક્યતા નહીંવત જણાઈ રહી છે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં ઓગસ્ટના અંત સુધીમાં સારો વરસાદ પડી શકે છે પરતું હાલ વરસાદની કોઈ સિસ્ટમ ન બની હોવાથી વરસાદની શક્યતાઓ જોવાઈ રહી નથી.હવામાન વિભાગે આગાહી કરતા એમ પણ જણાવ્યું છે કે ગુજરાતમાં 3 દિવસ વરસાદી માહોલ સર્જાશે જેને લઈ અનેક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

જો કે ઓગસ્ટ અંત સુધીમાં સારો એવો વરસાદ નોંધાઈ શકે છે. જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે જોઈએ એવો વરસાદ ગુજરાતમાં પડ્યો નથી. જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સિઝનનો 22.55 ઈંચ વરસાદ ખાબકી ચુક્યો છે જ્યારે રાજ્યમાં 12 ઈંચ સાથે મોસમનો 36 ટકા વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ ગયા વર્ષે 5 ઓગસ્ટ સુધી 14 ઈંચ સાથે મોસમનો 43 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો હતો.ગયા વર્ષની સરખામણીએ વરસાદ હજુ 7 ટકા ઓછો નોંધાયો છે.

અત્યાર સુધી કચ્છમાં 5.51 ઈંચ સાથે મોસમનો 31.61 ટકા, ઉત્તર ગુજરાતમાં 8.70 ઈંચ સાથે મોસમનો 30.78 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 10.70 ઈંચ સાથે મોસમનો 33.79 ટકા સૌરાષ્ટ્રમાં 9.25 ઈંચ સાથે મોસમનો 33.47 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 22.55 ઈંચ સાથે મોસમનો સરેરાશ 39.18 ટકા વરસાદ નોંધાયો છે.

Next Story