Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં કોરોના વેન્ટિલેટર પર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના વેન્ટિલેટર પર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24 કેસ નોંધાયા
X

ગુજરાતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 24 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 31 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 5,81,446 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

હાલમાં અત્યાર સુધી 206 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 06 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 200 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,696 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10076 લોકોનાં મોત થઇ ચુક્યા છે.

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશનમાં 5, તાપીમાં બે, અમદાવાદમાં એક, બનાસકાંઠામાં એક, ભરૂચમાં એક, ભાવનગરમાં એક, દાહોદમાં એક, જૂનાગઢમાં એક, વડોદરામાં એક, વલસાડમાં કોરોનાનો એક કેસ નોંધાયો હતો.

રાજ્યમાં એક જ દિવસમાં પાંચ લાખથી વધુ લોકોનું રસીકરણ

રાજ્યમાં રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 161 લોકોને પ્રથમ ડોઝ અને 7561 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 45 થી વધારેની ઉંમરના 114563 નાગરિકોને રસીનો પ્રથમ અને 73187 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 18-45 વર્ષના નાગરિકોને 3,52,483 દર્દીઓને રસીનો પ્રથમ જ્યારે 33491 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 5,81,446 નાગરિકોનું આજના દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 3,50,01,034 ડોઝ અપાઇ ચુક્યા છે

Next Story