Connect Gujarat
ગુજરાત

શામળાજી હિંમતનગર નેશનલ હાઈવે આઠ પર લક્ઝરી બસ પલટી મારી, 10થી વધુ મુસાફરો ઘાયલ

હિંમતનગર-શામળાજી હાઇવે પર આવેલ સરવણા ઓવરબ્રિજ પાસે શનિવારે મળસ્કે ત્રણેક વાગે રેલવે ઓવરબ્રિજના માર્ગ પરથી લક્ઝરી પલટી જતાં 10 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા હતા.

શામળાજી હિંમતનગર નેશનલ હાઈવે આઠ પર લક્ઝરી બસ પલટી મારી, 10થી વધુ મુસાફરો ઘાયલ
X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સરવણા ઓવરબ્રિજ નજીક લક્ઝરી પલટતાં 10 થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા .

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-શામળાજી હાઇવે પર આવેલ સરવણા ઓવરબ્રિજ પાસે શનિવારે મળસ્કે ત્રણેક વાગે રેલવે ઓવરબ્રિજના માર્ગ પરથી લક્ઝરી પલટી જતાં 10 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા હતા. તે પૈકી 5 મુસાફરોને વધુ ઇજાઓ થઇ હોવાથી સારવાર અર્થે ખસેડાયા હતા. તમામ ઇજાગ્રસ્તો અમદાવાદના અસારવા વિસ્તારના હોવાનું જાણવા મળી રહ્યું છે. હિંમતનગર શામળાજી નેશનલ હાઇવેનું કામ મંથરગતિએ ચાલી રહ્યું છે અને હિંમતનગરના સરવણા રેલવે ઓવરબ્રિજ પર અવાર-નવાર ભારે વાહનો પલટી મારવાના બનાવ બની રહ્યા છે.

શનિવારે મળસ્કે ત્રણેક વાગે શામળાજી તરફથી અમદાવાદ તરફ જઈ રહેલ લકઝરી ઓવરબ્રિજ પસાર કરી નીચે ઊતરી રહી હતી તે દરમિયાન અગમ્ય કારણોસર લક્ઝરી બસ સાઇડમાં ઉતરી જઇ પલ્ટી મારી ગઇ હતી. દરમિયાનમાં 108માં જાણ કરાઈ હતી. ડિસ્ટ્રિક્ટ મેનેજર જૈમિનભાઈ પટેલે જણાવ્યું કે હિંમતનગર ગાંભોઈ અને રણાસણ ની ત્રણ એમ્બ્યુલન્સ મોકલાઇ હતી. અસારવાના રાજેન્દ્રભાઇ કે. રાઠોડ ઉ.વ.57, સીતાબેન મકવાણા ઉ.વ.55, અજાણ્યો વ્યક્તિ ઉ.વ.36, શાંતાબેન વસાવા ઉ.વ.55 અને જીતેન્દ્ર અંબાલાલ ખાટીક ઉ.વ.22 ને વધુ ઈજાઓ હોવાથી ગાંભોઈ સીએચસી અને હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

Next Story