Connect Gujarat
ગુજરાત

નવસારી : કાળઝાળ ગરમીએ કાલિયાવાડી-ગ્રીડ માર્ગ પરના ડામરને પીગળાવ્યો, રાહદારી-વાહનચાલકોને હાલાકી..!

શહેર તથા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ગરમીનો પારો વધ્યો છે, ત્યારે શહેરમાં નવનિર્મિત રોડ પરનો ડામર પીગળવાની ઘટના સામે આવી છે.

X

નવસારી શહેર તથા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ગરમીનો પારો વધ્યો છે, ત્યારે શહેરમાં નવનિર્મિત રોડ પરનો ડામર પીગળવાની ઘટના સામે આવી છે.

છેલ્લા 2 દિવસથી નવસારીમાં કાળઝાળ ગરમી સાથે પારો સતત ઉપર આવી રહ્યો છે, ત્યારે નવસારી શહેરમાં આવેલા કાલિયાવાડીથી ગ્રીડ જતા મુખ્ય માર્ગ પર ડામર પીગળ્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે, પાલિકા દ્વારા થોડા સમય પહેલા જ આ રોડ બનાવવામાં આવ્યો હતો, ત્યારે હવે રોડ પરનો ડામર પીગળતા રોડની ગુણવત્તા ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. તો બીજી તરફ, માર્ગ પર ડામર પીગળતા વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે હાલ તો પાલિકા દ્વારા અહીના માર્ગ પર રેતી પાથરવામાં આવે તેવી રાહદારીઓ સહિત વાહનચાલકો માંગ કરી રહ્યા છે.

Next Story