સાબરકાંઠા: પ્રાંતિજમાં એક મહિનાથી હજારો લીટર પાણીનો વેડફાટ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેશન પાસે છેલ્લા એક મહિનાથી પાણીની લાઈનમાં લીકેજ હોવા છતાં નગરપાલિકા દ્વારા સમારકામ ન કરાવવામાં આવતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.

New Update

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેશન પાસે છેલ્લા એક મહિનાથી પાણીની લાઈનમાં લીકેજ હોવા છતાં નગરપાલિકા દ્વારા સમારકામ ન કરાવવામાં આવતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.

સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે નગર પાલિકા દ્રારા છેલ્લા એક મહિનાથી પાણીના લીકેજને લઈને  સ્વામિવિવેકાનંદ કોમ્પ્લેક્ષ આગળ ખાડો કરવામા આવ્યો છે અને ખાડો કર્યા બાદ પાલિકા જાણે લીકેજનુ કામ કરવાનુ ભુલી ગઈ હોય તેમ લાગી રહ્યુ છે અને રોજના હજારો લિટર શુધ્ધ પાણીનો વ્યય થાય છે તો બીજી બાજુ કોમ્પલેક્ષના વેપારીઓ દ્રારા પ્રાંતિજ પાલિકામાં દુકાન આગળ રહેલ  ખાડાને દુર કરવા રજુઆત કરવામાં આવી હતી આમ છતાં નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે
Latest Stories