Connect Gujarat
ગુજરાત

સુરક્ષા "કવચ" : આજથી 12થી 14 વર્ષના બાળકોને અપાશે કોર્બેવેક્સ રસી

આજે બુધવારથી સમગ્ર દેશમાં બાયોલોજિકલ-ઇની રસી કોર્બેવેક્સના 2 ડોઝ 28 દિવસના અંતરે 12થી 14 વર્ષના બાળકોને આપવાની શરૂઆત કરવામાં આવી છે.

સુરક્ષા કવચ : આજથી 12થી 14 વર્ષના બાળકોને અપાશે કોર્બેવેક્સ રસી
X

આજે બુધવારથી સમગ્ર દેશમાં બાયોલોજિકલ-ઇની રસી કોર્બેવેક્સના 2 ડોઝ 28 દિવસના અંતરે 12થી 14 વર્ષના બાળકોને આપવાની શરૂઆત કરવામાં આવી છે.

સમગ્ર દેશમાં આજથી 12થી 14 વર્ષના બાળકોને પણ કોરોનાની રસી આપવાની શરુઆત થવા જઈ રહી છે. જેમાં 12થી 14 વર્ષના બાળકોને કોરોના સામે રક્ષણ મળે તે માટે કોર્બેવેક્સ નામની રસીના 2 ડોઝ આપવામાં આવશે. આ માટે Cowin એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરવું પડશે. સવારે 9 વાગ્યાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થશે. આ ઉપરાંત ઓનસાઈટ વોક-ઈન દ્વારા પણ રસીકરણ કરી શકાશે. આપને જણાવી દઈએ કે, હૈદરાબાદમાં આવેલી બાયોલોજીકલ-ઈ નામની ફાર્મા કંપની દ્વારા કોર્બેવેક્સ નામની રસી બનાવવામાં આવી છે. ભારતમાં હાઈ રિસ્ક પર છે, ત્યારે 12-14 વર્ષની વયના બાળકોને આજથી રસી આપણી શરુઆત થઈ રહી છે. કેન્દ્રના એક ટોચના અધિકારીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, આ વયના બાળકો હાલમાં દેશમાં હાઈ રિસ્ક પર છે. કારણ કે, ચીન અને હોંગકોંગમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. ભારતમાં પણ ઓમિક્રોનના પેટા વેરિયન્ટની દસ્તક થઈ ચૂકી છે, ત્યારે આવી સ્થિતિમાં બાળકોને પણ વેળાસર વેક્સિન આપવામાં આવે તે જરૂરી છે.

Next Story