Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી મોટી આગાહી...

ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે ફરીથી માવઠાની આગાહી કરી છે. જેના કારણે રાજ્યના ખેડૂતોના માથે ચિંતાના વાદળ ઘેરાયા છે.

ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી મોટી આગાહી...
X

ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે ફરીથી માવઠાની આગાહી કરી છે. જેના કારણે રાજ્યના ખેડૂતોના માથે ચિંતાના વાદળ ઘેરાયા છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 7મી માર્ચે દક્ષિણ ગુજકાતના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે. જ્યારે રવિવાર સુધીમાં ગરમીનો પારો બેથી ત્રણ ડિગ્રી વધવાની અને 15મી માર્ચ સુધીમાં ગરમીનો પારો 40ને પાર થવાની પણ આગાહી કરી છે. એટલે ગુજરાતીઓને એક તરફ ઘગઘગતી ગરમી અને એક તરફ વરસાદનો સામનો કરવો પડી શકે છે. તા. 7મી માર્ચે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી અને નર્મદા સહિતના જિલ્લાઓમાં હળવા વરસાદ પડી શકે છે. આ દરમિયાન રાજ્યના અન્ય ભાગોમાં ઠંડો પવન ફૂંકાઈ શકે છે.

ભરઉનાળે વાતાવરણમાં પલટો આવશે, તો ગરમીનું પ્રમાણ પણ ઘટી શકે છે. આગાહીના પગલે શિયાળુ પાકને નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. જેથી ખેડૂતોની ચિંતા વધી છે. ગુરૂવારે અમદાવાદના મહત્તમ અને લઘુતમ તાપમાન 1 ડિગ્રી જેટલો ઘટાડો થયો હતો. ગઇકાલે, અમદાવાદનું મહત્તમ તાપમાન 35.0 અને લઘુતમ તાપમાન 18.2 ડિગ્રી નોંધાયું હતું. જોકે, આગામી 24 કલાક ગરમીથી રહી શકે છે. જે બાદ 5 માર્ચથી ગરમીનો પારો વધીને 38 ડિગ્રી અને લઘુતમ તાપમાન 21 ડિગ્રીની આસપાસ પહોંચવાની આગાહી છે. ઉત્તરથી ઉત્તર-પૂર્વના પવનોને કારણે રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. પરંતુ, ગુરુવારે પવનની દિશા બદલાતા તાપમાન નીચું આવ્યું હતું.

Next Story