વલસાડ : ભીલાડ ખાતે GHCL ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા EDII સંસ્થા દ્વારા ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યકમ યોજાયો

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ભીલાડ ખાતે ગત. તા ૨ જુલાઈના રોજ ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા એંટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા (ઇ.ડી.આઈ.આઈ.) સંસ્થા દ્વારા ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યકમ યોજાયો હતો.
ઇ.ડી.આઈ.આઈ., સંસ્થા ટોચની નાણાકીય સંસ્થાઓ દ્વારા પ્રાયોજિત છે. જેનો મુખ્ય હેતુ નવી જનરેશન મુજબ વિકાસલક્ષી સાહસો માટે ઉદ્યમી શિક્ષણ, તાલીમ, સપોર્ટ અને સંશોધનને વેગ આપવાનો છે. ગ્રામીણ વિસ્તારમાં રેહતા કારીગરોને ઓળખવા અને તેઓની કલાને તાલીમ અને અન્ય સહયોગ આપી તેઓની આજીવિકામાં વૃદ્ધિ કરવાનો છે.
આ સંસ્થાના ગાંધીનગરથી તાલીમ માટે આવેલા પ્રકાશ સોલંકીએ સંસ્થાનો પરિચય આપતાં જણાવ્યું હતું કે, આ સંસ્થા દ્વારા ઉદ્યોગ સાહસિકોને ધંધા માટે લોન, ઉત્પાદનના વેચાણ માટે બજાર સાથે સંકલન કરવા બાબત અને વિવિધ સરકારી સહાય યોજનાઓની જાણકારી આપી હતી. તાલીમાર્થીઓને વાપી અને વલસાડથી બીનોદભાઈ, હેમંતભાઈ અને રાજેન્દ્રભાઈ દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
આ ઉપરાંત તાલીમાર્થીઓને આગામી સમયમાં પાંચ દિવસની ઉદ્યોગ સાહસિક તાલીમ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ તાલીમમાં ફાઉન્ડેશનના કાર્ય વિસ્તારના કુલ 30 જેટલા ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હોવાનું જી.એચ.સી.એલ ફાઉન્ડેશન ટ્રસ્ટ ભીલાડ દ્વારા જણાવાયું છે.