વલસાડ : RTE એક્‍ટ અંતર્ગત બિનઅનુદાનિત ખાનગી પ્રા. શાળામાં વંચિત જૂથના બાળકોને વિનામૂલ્‍યે પ્રવેશ અપાશે

New Update

ગુજરાત સરકાર દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-૨૦૦૯ની કલમ-૧૨ (૧) (ક) હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા મુજબ વિનામુલ્‍યે ધો. ૧માં નબળા અને વંચિત જુથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોએ તા. ૧લી જુન ૨૦૨૧ના રોજ પાંચ વર્ષ પુર્ણ કર્યા હોય તેઓ આ યોજના હેઠળ પ્રવેશપાત્ર બને છે.

Advertisment

વર્ષઃ ૨૦૨૧-૨૨માં વલસાડ જિલ્લામાં ૨૪૬ શાળાઓ પૈકી ૮૬૫ જગ્‍યાઓ આર.ટી.ઈ. એકટ અંતર્ગત પ્રવેશ મળવાપાત્ર છે. બાળકના વાલી www.rte.orpgujarat.com વેબસાઈટ પર તા. ૨૫ જુન ૨૦૨૧થી તા. ૦૫ જુલાઇ ૨૦૨૧ દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકશે. ફોર્મ ભરવા સંબંધી જરૂરી આધાર પુરાવાની વિગતો વેબસાઈટ પર ઉપલબ્‍ધ છે.

આ યોજના હેઠળ પ્રવેશ માટે જરૂરી માર્ગદર્શન માટે જિલ્લા કચેરીના હેલ્‍પ લાઈન નં. ૦૨૬૩૨-૨૫૩૨૧૦ ઉપર સંપર્ક કરવાનો રહેશે. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી લાગુ પડતા આધાર પુરાવાઓ જેવા કે, જન્‍મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ-કેટેગરીનો દાખલો તેમજ આવકનો દાખલો વગેરે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.

ઓનલાઈન ફોર્મ પ્રિન્‍ટ, વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. કોવિડ-૧૯ મહામારીના કારણે ઓનલાઈન ભરેલ ફોર્મ કયાંય જમા કરવાનું રહેશે નહીં. પ્રવેશ કન્‍ફર્મ ન થાય ત્‍યાં સુધી વેબસાઇટ જોતા રહેવું. આ અંગે રજિસ્‍ટર કરેલા મોબાઈલ નંબર ઉપર રાજય કક્ષાએથી મેસેજથી જાણ કરવામાં આવશે, તેમ વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જણાવાયું છે.

Advertisment