માથાના દુખાવાથી છો પરેશાન, આ ઘરેલુ ઉપાય અપાવશે રાહત

ઘણા લોકો અવારનવાર માથામાં દુખાવાની સમસ્યાથી પીડાતા હોય છે. આવા લોકોએ દવા લેવાને બદલે ઘરેલુ ઉપાયો કરવા જોઈએ.

ઊંઘ શરીર માટે ખૂબ જરૂરી છે. રાત્રે ઓછામાં ઓછા 8 કલાકની ઊંઘ જરૂરી છે. સારી ઊંઘ માથામાં દુખાવો થવા દેતી નથી.

લવિંગ અનેક રીતે ફાયદાકારક છે. માથાના દુખાવામાં પણ તે ઉપયોગી થાય છે.

લવિંગને સહેજ ગરમ કરી, પીસીને માથામાં લગાવવાથી માથાનો દુખાવો મટે છે.

લવિંગ પાઉડર અને મીઠું ભેળવીને તેની પેસ્ટ બનાવવી. ત્યારબાદ દૂધમાં મિક્સ કરીને પીવાથી તરત આરામ મળે છે.

ગેસ અને એસિડિટીને કારણે પણ ઘણીવાર માથું દુખતું હોય છે. આવા સંજોગોમાં મધનો ઉપાય કારગર સાબિત થાય છે.

માથાના જે ભાગમાં દુખાવો થતો હોય તે તરફના નસકોરામાં મધનું એક ટીપું નાખવાથી માથાનો દુખાવો તરત જ મટે છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનો સામાન્ય જાણકારી પર આધારિત છે. Connect Gujarat તેની પુષ્ટિ કરતું નથી.)