Connect Gujarat
દેશ

અયોધ્યા: 492 વર્ષ પછી 21 કિલો ચાંદીના હિંચકા પર બિરાજમાન થયા રામલલા, ભક્તો દર્શન કરવા પહોંચ્યા

અયોધ્યા: 492 વર્ષ પછી 21 કિલો ચાંદીના હિંચકા પર બિરાજમાન થયા રામલલા, ભક્તો દર્શન કરવા પહોંચ્યા
X

રામનગરી અયોધ્યામાં 492 વર્ષોના લાંબા ગાળા પછી હવે રામલલાને તેમની મૂળભૂત સુવિધા ટ્રસ્ટ આપી રહ્યું છે.90ના દશકમાં ટેન્ટમાં રહેતા ભગવાન રામલલાને લગભગ 28 વર્ષો પછી અસ્થાઇ મંદિરમાં શિફ્ટ કરવામાં આવ્યા. રામ મંદિર ટ્રસ્ટે સંગીતમય ઝૂલનોત્સવનું આયોજન રામ જન્મભૂમિ પરિષરમાં કર્યું છે.

રામલલાને સાંજે સંગીતના રૂપમાં કજરી અને પદ સંભળાવવામાં આવી રહ્યા છે. આ પહેલા રામલલાને લાકડાના સાદા હિંચકા પર બિરાજમાન કરાવવામાં આવતા હતા. જોકે હવે શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી 21 કિલો ચાંદીના હિંચકા ભગવાન રામલલાને સમર્પિત કરવામાં આવ્યા છે. રામલલાના પ્રધાન પૂજારી આચાર્ય સત્યેંન્દ્ર દાસે કહ્યું કે વિવાદિત ઢાંચામાં જ્યારે રામલલા બિરાજમાન હતા. ત્યાં સંગીત કાર્યક્રમ ચાલતો હતો.

જોકે ઢાંચો પડ્યા પછી ત્યાં બધુ બંધ હતું. આ વર્ષે ટ્રસ્ટે ચાંદીનો હિંચકો બનાવીને રામલનાને સમર્પિત કર્યો છે. તેનાથી લોકોમાં ઘણો ઉત્સાહ છે. દાસે જણાવ્યું કે રામલલાના પરિસરમાં ઝૂલનોત્સવનો આંનદ લેતા ભગવાન રામલલાને હવે સંગીત પણ સંભળાવવામાં આવી રહ્યું છે. અયોધ્યામાં દર વર્ષે શ્રાવણ શુક્લ ત્રીજના રોજ ઝુલન મહોત્સવની શરૂઆત થાય છે. અયોધ્યાના બધા પ્રમુખ મંદિરોથી વિગ્રહ મણિ પર્વત સુધી પાલકીઓમાં બેન્ડ વાજા સાથે જાય છે અને ત્યાં ઝુલા ઝુલે છે. મણિ પર્વત તે જ જગ્યા છે જ્યાં માતા સીતા હિંચકા ખાવા માટે આવતા હતા. જેથી દર શ્રાવણ શુક્લ ત્રીજના રોજ મોટા મહોત્સવનું આયોજન થાય છે. ભગવાનના વિગ્રહ દ્વારા હિંચકા ખાવાની સાથે જ દેશમાં ઝુલન મહોત્સવ શરૂ થાય છે.

Next Story