Connect Gujarat
દેશ

રાહુલ ગાંધીની હાજરીમાં કનૈયા કુમાર અને જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાયા

રાહુલ ગાંધીની હાજરીમાં કનૈયા કુમાર અને જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાયા
X

જેએનયુ સૂત્રોચ્ચાર કેસ બાદ ચર્ચામાં આવેલા કન્હૈયા કુમાર અને ગુજરાતના દલિતનેતા જિજ્ઞેશ મેવાણી મંગળવારે કોંગ્રેસમાં જોડાશે. કોંગ્રેસમાં આ યુવા ચહેરાઓની એન્ટ્રી એવા સમયે થઈ રહી છે જ્યારે નેતાઓ વચ્ચે પાર્ટી સાથે સંબંધ તોડવાની હોડ જામી છે.હાલમાં જ રાહુલ ગાંધીના નજીકના માનવામાં આવતા જ્યોતિરાદિત્ય સિંધિયા, જિતિન પ્રસાદ, સુષ્મિતા દેવ, પ્રિયંકા ચતુર્વેદી અને લલિતેશપતિ ત્રિપાઠી જેવા ઘણા યુવા ચહેરાઓએ કોંગ્રેસ છોડી દીધી છે.

શર્મિષ્ઠા મુખર્જીએ આ અઠવાડિયે રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. અહીં થોડા દિવસોથી ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પણ કોંગ્રેસમાં જોડાશે એવી ચર્ચા છે. જ્યારે કોંગ્રેસમાં યુવા નેતાઓની કોંગ્રેસમાં એક જ સમયે એન્ટ્રી અને એક્ઝિટથી સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું પાર્ટી પોતાના ભવિષ્યના ચહેરાઓને લઈને હજી પણ મૂંઝવણમાં છે?ક્રાંતિકારી સરદાર ભગત સિંહ, જેમણે દેશની આઝાદીમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. મંગળવારે ભગત સિંહની જન્મજયંતી નિમિત્તે જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ પ્રમુખ અને સીપીઆઈ નેતા કન્હૈયા કુમાર અને ગુજરાતના અપક્ષ ધારાસભ્ય અને દલિતનેતા જિજ્ઞેશ મેવાણીને કોંગ્રેસમાં જોડાઈને એકસાથે અનેક સમીકરણો સાધવાના પ્રયાસ ચાલી રહ્યાં છે.

Next Story
Share it