Connect Gujarat
દેશ

NIA અને ATSનું ગુજરાતમાં મોટું ઓપરેશન: ભરૂચ,સુરત અને નવસારીમાં સર્ચ ઓપરેશન,દેશ વિરોધી પ્રવૃત્તિનો મામલો હોવાની માહિતી

ગુજરાત એટીએસ અને એનઆઈએ દ્વારા દેશભરમાં દેશ વિરોધી ચાલતી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે છે.

NIA અને ATSનું ગુજરાતમાં મોટું ઓપરેશન: ભરૂચ,સુરત અને નવસારીમાં સર્ચ ઓપરેશન,દેશ વિરોધી પ્રવૃત્તિનો મામલો હોવાની માહિતી
X

ગુજરાત એટીએસ અને એનઆઈએ દ્વારા દેશભરમાં દેશ વિરોધી ચાલતી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ દેશ વિરોધી કૃત્ય કરતા હોય તો તેની તપાસના આધારે તેની પૂછપરછ કરીને કામગીરી કરતી હોય છે. આજે અમદાવાદ, સુરત, ભરૂચ અને નવસારીમાં ગુજરાત એટીએસ અને એનઆઈએની ટીમ પહોંચી હતી. હાલ ત્રણની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. એનઆઈએ અને એટીએસની કાર્યવાહીને લઇને ચારેય શહેરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. એનઆઈએ કોઈ મોટી કાર્યવાહી કરી શકે છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી અને એટીએસ દ્વારા રાજ્યના ચાર અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. દેશ વિરોધી પ્રવૃત્તિ કરવાની શંકાના આધારે અમદાવાદ જિલ્લા, સુરત, નવસારી અને ભરૂચમાં કેટલાક શંકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. એટીએસના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ચાર જગ્યાએ રેડ કરીને સંયોગી પુરાવા એકત્ર કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે અટકાયત કરેલા ત્રણ શખ્સોની પૂછપરછ કરવામાં આવી છે. જેમની સામે દેશ વિરોધી કૃત્ય તેમજ જેહાદ કૃત્ય કરવામાં સામેલ હોવાની શંકા છે. હાલ આ તમામ કાર્યવાહી ચાલી રહી છે જેના બાદ નિષ્કર્ષ આવશે કે તેમનો રોલ આ સમગ્ર મામલે શું હતો?

ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચના આમોદ અને કંથારીયામાં રહેતા પિતા પુત્રની આ મામલે પૂછપરછ શરૂ કરવામાં આવી છે.આમોદના મૌલાના અમિન અને તેના પુત્રની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. મૌલાના અમિન મદ્રેસામાં બાળકોના આભાસ કરાવતા હોવાની પ્રાથમિક માહિતી છે તો તેમનો પુત્ર આમોદ ખાતે રહેતો હોવાનું બહાર આવ્યું છે. બન્ને પાસેથી કેટલાક વાંધાજનક દસ્તાવેજો પણ મળી આવ્યા છે જેની તપાસ ચાલી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. બન્નેની પૂછપરછમાં કોઈ વાંધાજનક પ્રવૃત્તિ બહાર આવશે તો ગુનો દાખલ કરવામાં આવશે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2021માં હૈદરાબાદ અને તામિલનાડુમાં કેટલાક લોકો દેશ વિરોધી પ્રવૃતિઓમાં ઝડપાયા હતા જેઓની પૂછપરછમાં ગુજરાત કનેકશન બહાર આવ્યું હોવાની શકયતા છે

Next Story